World Cup: પાકિસ્તાન સામે આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરી શકે છે ટીમ ઇન્ડિયા
ઝડપી બોલિંગમાં ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ પાકિસ્તાની બેટ્સમેનો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્પિન ડિપાર્ટમેન્ટમાં યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવની જોડીને જાળવી રાખવામાં આવી શકે છે. આ જોડી ભારત માટે ફાયદારૂપ સાબિત થઇ શકે છે.
ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આ મેચમાં સાત નંબર પર બેટિંગ કરી શકે છે. તે બોલિંગની સાથે સાથે આક્રમક બેટિંગ પણ કરી શકે છે. ઓસ્ટ્રેલિયા સામે હાર્દિક પંડ્યાએ ચાર નંબર પર બેટિંગ કરતા 27 બોલમાં 48 રન ફટકાર્યા હતા.
નંબર છ પર કેદાર જાધવ બેટિંગ માટે આવી શકે છે. કેદાર જાધવે નીચલા ક્રમે ટીમ ઇન્ડિયા માટે અનેક ઉપયોગી ઇનિંગ રમી છે.
પાંચમા ક્રમે વિકેટકીપર ધોની બેટિંગ કરવા ઉતરી શકે છે. સાથે તેમના પર વિકેટકીપિંગની પણ જવાબદારી રહેશે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની મેચમાં ધોનીએ 14 બોલમાં 27 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
ચાર નંબર પર દિનેશ કાર્તિકને તક મળી શકે છે. કાર્તિકે 91 વન-ડે મેચમાં 31.04ની સરેરાશથી 1738 રન બનાવ્યા છે જેમાં 9 અડધી સદીનો સમાવેશ થાય છે.
ત્રણ નંબર પર કેપ્ટન વિરાટ કોહલી બેટિંગ કરશે. વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 229 વન-ડે મેચમાં 10943 રન બનાવ્યા છે. જેમાં 41 સદી અને 50 અડધી સદીનો સમાવેશ થાય છે.
ઓપનિંગમાં રોહિત શર્મા અને લોકેશ રાહુલ ઉતરી શકે છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની મેચમાં સદી ફટકારનાર શિખર ધવન ઇજાના કારણે ભારતીય ટીમની બહાર થઇ ગયો છે. ધવનના સ્થાને લોકેશ રાહુલ ઓપનિંગ કરી શકે છે. એવામાં આ નવી જોડી પર ટીમ ઇન્ડિયાને મજબૂત શરૂઆત અપાવવાની જવાબદારી રહેશે.
કાર્ડિફઃ વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની આજની મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રૈફર્ડ મેદાન પર રમાશે. માન્ચેસ્ટરમાં 20 વર્ષ પછી એકવાર ફરી ભારત અને પાકિસ્તાન એકબીજા સામે વર્લ્ડકપમાં ટકરાશે. 1999 વર્લ્ડકપમાં પણ ભારત અને પાકિસ્તાન આ મેદાન પર ટકરાયા હતા જેમાં ટીમ ઇન્ડિયાએ વિજય હાંસલ કર્યો હતો. હવે 20 વર્ષ પછી ફરી પાકિસ્તાનની ટીમ ભારત વિરુદ્ધ મેદાન પર ઉતરશે. આજની મેચમાં ટીમ ઇન્ડિયા કઇ પ્લેઇંગ ઇલેવન સાથે પાકિસ્તાન વિરુદ્ધ ઉતરી શકે છે તેના પર એક નજર નાખીએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -