સારા અલી ખાન અને કાર્તિક આર્યન સ્ટારર ફિલ્મ લવ આજકલ શુક્રવારે રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં બન્ને કેમેસ્ટ્રી જબરજસ્ત લાગી રહી છે. પરંતુ ફિલ્મ રિલીઝ થયાના થોડા ક જ કલાકોમાં ઓનલાઈન લીક થઈ ગઈ છે. આ ફિલ્મને તમિલ રૉકર્સ દ્વારા લીક કરવામાં આવી છે.
ફિલ્મને લઈને દર્શકોમાં મિક્સ રિવ્યૂ જોવા મળી રહ્યાં છે. એવામાં ફિલ્મ લીક થતા તેની કમાણી પર અસર પડી શકે છે. આ પહેલા આદિત્ય રૉય કપૂર અને દિશા પટણીની ફિલ્મ પણ લીક થઈ હતી, પરંતુ ટ્રેડ નિષ્ણાતો અનુસાર ફિલ્મ બોક્સ ઓફિસ સારુ પ્રદર્શન કરી રહી છે.
અગાઉ પણ તમિલ રોકર્સ અનેક ફિલ્મો લીક કરી ચૂક્યું છે. આજકાલ તમામ ફિલ્મો માટે સૌથી મોટો ખતરો પાયરેસી વેબસાઈટ તમિલ રૉકર્સ બની ગઈ છે.
ફિલ્મ વર્ષ 2009માં આવેલી ફિલ્મ ‘લવ આજકલ’ની સિક્વલ છે. જેના પ્રથમ ભાગમાં સૈફઅલી ખાન અને દીપિકા પાદૂકોણ જોવા મળ્યા હતા. હવે આશરે 10 વર્ષ બાદ ફિલ્મની સિક્વલ રિલીઝ થવાની છે. આ સિક્વલમાં સૈફની દિકરી સારા અલી ખાન લીડ રોલમાં છે.
રિલીઝ થયાના થોડાક જ કલાકોમાં લીક થઈ કાર્તિક-સારાની ફિલ્મ ‘Love Aaj kal 2’
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Feb 2020 10:23 PM (IST)
ફિલ્મને લઈને દર્શકોમાં મિક્સ રિવ્યૂ જોવા મળી રહ્યાં છે. એવામાં ફિલ્મ લીક થતા તેની કમાણી પર અસર પડી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -