ફિલ્મની કહાની એક એન્જિનિયરની છે જે પપ્પાની મરજીથી જલ્દી લગ્ન કરી લે છે અને પછી તેની લાઈફમાં "વો" ની એટલે કે અનન્યાની એન્ટ્રી થાય છે. જો કે આ પહેલા પણ આ પ્રકારની સ્ટોરી રૂપેરી પડદે અનેક વાર જોવા મળી છે. પણ કોમેડીના કારણે આ ફિલ્મ બોક્સ ઓફિસમાં સારી ચાલશે તેમ લાગી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે કાર્તિક આર્યન અને અનન્યા પહેલીવાર આ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. ચર્ચાઓનું માનીએ તો સારા સાથે બ્રેકઅપ પછી કાર્તિક અનન્યા સાથે વધુ નજરે પડી રહ્યા છે. અને ચર્ચા તો એવી પણ છે કે અનન્યા અને કાર્તિક વચ્ચે અફેર પણ ચાલી રહ્યું છે. આ ફિલ્મ 6 ડિસેમ્બરના રોજ રીલિઝ થશે.