શ્વેતા તિવારીની હોટ અને બ્યુફુલ તસવીર હાલ સોશિયલ મીડિયા પર પોસ્ટ થઇ છે. શ્વેતા તિવારીએ 10 કિલો વજન ઉતાર્યા બાદ વેઇટ લોસની જર્ની  સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.




શ્વેતા તિવારીએ તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર 10 કિલો વજન ઉતાર્યાની સ્ટોરી શેર કરી છે. તેમણે વજન ઉતાર્યાં બાદની સ્લિમ બોડીની તસવીર પોસ્ટ કરી છે.



શ્વેતા તિવારીને ટીવી સિરિયલ ‘કસોટી જિંદગી કી’થી એક્ટિંગની દુનિયામાં ઓળખ મળી. પ્રગ્નન્સી બાદ શ્વેતા તિવારીનું વજન 73 કિલો થઇ ગયું હતું.

શ્વેતા તિવારી છેલ્લી વાર ‘મેરે ડેડ કી દુલ્હન’ સિરિયલમાં જોવા મળી હતી. તેમણે વેઇટ લોસની જર્ની ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.



શ્વેતા તિવારીએ વેઇટ લોસની સ્ટોરી શેર કરતા તેમનો ફોટો  ન્યૂટ્રિશ્યન કનિતા કડાકિયા પટેલને પણ શેર કર્યો છે.

વેઇટ લોસની સ્ટોરી પોસ્ટ કરતા શ્વેતાએ લખ્યું. “ થોડું વેઇટ લોસ કરવું પણ ઇઝી નથી, આ માટે ખૂબ જ ડેડિકેશન અને ઇચ્છાશક્તિની જરૂર પડે છે. સેલ્ફ કંન્ટ્રોલ વગર વજન ઉતારવું શક્ય નથી.  જો કે આ અશક્ય પણ નથી. ખાસ કરીને આપની સાથે કનિતા જેવી ન્યુટ્રિશ્યન હોય.



શ્વેતા તિવારીએ ન્યુટ્રિશ્યન કનિતાને ક્રેડિટ આપતા લખ્યું કે, “મારી આ જર્નીએ કનિતાએ સરળ અને મસ્તીભરી બનાવી દીધી હતી. હું તેમને માટે કઇ ક્લાયન્ટ ન હતી પરંતુ એક મિશન હતું” તેમણે લખ્યું કે, “તંદુરસ્તી સાથે વજન ઉતારવું માત્રને માત્ર કનિતાના કારણે શક્ય બન્યું”

શ્વેતા તિવારીએ ઇન્સ્ટાગ્રામ પર તેમના નેક્સ્ટ પ્રોજેક્ટની પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, ‘ મારી નેકસ્ટ પ્રોજેક્ટના શૂટ શરૂ થયા પહેલા મારે વજન ઘટાડવું જરૂરી હતું. શ્વેતા તિવારીને બે બાળકો છે, દીકરી પલક અને અને દીકરો રેયાન્સ.