Photos: પત્ની જયા સાથે અમિતાભ બચ્ચને કર્યું કેટરીના કૈફનું ‘કન્યાદાન’, લગ્નમાં ખૂબ નાચ્યા આ દિગ્ગજ
સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન કેટરીના કૈફનું કન્યાદાન કરતા હોય તેવી તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
વાસ્તવમાં, અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન, કેટરીના કૈફ અને નાગાર્જૂન સાથે એક જાહેર ખબરનું શૂટિંગ કર્યું હતું. આ એડમાં અમિતાભ અને જયા દુલ્હન બનેલી કેટરીનાના માતા-પિતાની ભૂમિકામાં નજર આવ્યા હતા.
આ તસવીરોને ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.
સોશિયલ મીડિયામા એડ શૂટિંગની તસવી ખૂબ વાયરલ થઈ રહી છે.
આ તસવીરો માં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનને કેટરીના કૈફ સાથે ડાન્સ કરતા નજર આવી રહ્યાં છે.
તસવીરોમાં આ ત્રણ બોલિવૂડ સ્ટાર્સ સિવાય સાઉથ સિનેમાના સ્ટાર્સ પણ નજર આવી રહ્યાં છે. નાગાર્જૂન, શિવરાજ કૂમાર અને પ્રભૂ દેવા પણ નજર આવી રહ્યાં છે.
વાસ્તવમાં કેટરીના તૈયાર થઈને સેટ પર ટાઈમપાસ માટે પોતાની ટીમ સાથે પત્તા રમી રહી હતી. (તમામ તસવીરો- ઈન્સ્ટાગ્રામ)
આ પહેલા કેટરીનાનો દુલ્હન બનીને પત્તા રમતા હોય તેવો ફોટો પણ સામે આવ્યો હતો.