નવી દિલ્હીઃ કેટરીના કૈફ ઘણાં સમય સુધી રણબીર કપૂર સાખે રિલેશનશિપમાં રહી. એવું કહેવાતું હતું કે બન્નેનો આ સંબંધ આગળ જઈને લગ્નમાં બદલાશે પરંતુ 6 વર્ષ સુધી એક બીજાને ડેટ કર્યા બાદ બન્ને છૂટા પડ્યા હતા. હવે રણબીર કપૂર આલિયા ભટ્ટને ડેટ કરી રહ્યો છે. પરંતુ હવે કેટરીનાએ પોતાના રિલેશનશિપ સ્ટેટસ વિશે જણાવ્યું છે.



હાલમાં એક ઇન્ટરવ્યુંમાં કેટરીના કૈફે તેના રિલેશનશિપ સ્ટેટસ અંગે પૂછવામાં આવ્યું તો તેને જણાવ્યું કે હકીકતમાં તે આ અંગે જાણતી જ નથી. તેને કહ્યું કે તેને નથી ખબર કે તે રિલેશનશિપ અંગે વાત કરી શકશે કે નહી. પરંતુ હાલ તે સિંગલ છે અને કોઇ પણ સિંગલ રહી શકે છે.



નોંધનીય છે કે, કેટરીના કૈફ ટૂંકમાં જ સલમાન ખાન સાથે ફિલ્મ ‘ભારત’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે સુનીલ ગ્રોવર, દિશા પટાની, જેકી શ્રોફ, તબ્બૂ અને નોરા ફતેહી મુખ્ય રોલ ભજવશે. આ ફિલ્મ આ વર્ષે ઇદના દિવસે જ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે.