કેટરીનાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર બ્લૂ મોનોકિનીમાં પોતાની ખૂબજ બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે. જેમાં કેટરીના દરિયા કિનારે બીચ પર મસ્તી કરતી નજર આવી રહી છે.
તસવીરોમાં કેટરીના ખૂબજ ખુશ નજર આવી રહી છે. કેટરીનાએ તસવીરો પોસ્ટ કરીને લખ્યું કે “આ છેલ્લી વખત છે... હવે હું કામ પર પરત કરી છું. ”
આ તસવીરોને લઈને તેના ફેન્સ ખૂબ પ્રશંસા કરી રહ્યાં છે. તસવીરને અત્યાર સુધી 3 લાખથી પણ વધુ લાઈક્સ મળી ચુકી છે.
કેટરીનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લી વખત ફિલ્મ ભારતમાં નજર આવી હતી. જલ્દી જ તે રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશીમાં નજર આવશે.