તમિલનાડુના રામાનાથાપુરમ શહેરનો એક વ્યક્તિ જે કાજલ અગ્રવાલનો બહુ મોટો ફેન છે. તેને એક વેબસાઈટ વિશે સાંભળ્યું જ્યાંથી કે કાજલ અગ્રવાલને મળી શકે એમ હતો. તેણે વેબસાઈટ પર જઈને પૂછપરછ કરી. બાદમાં તેણે વેબસાઈટને 50 હજાર રૂપિયા અને પર્સનલ વિગતો આપી. બાદમાં વેબસાઈટા ઓનરે બીજી ઘણી વખત રૂપિયા માગ્યા પરંતુ કાજલ સાથે ફેનની મિટિંગની વિગતો શેર ન કરી. જોકે થોડા સમય પછી ફેનને ખ્યાલ આવ્યો કે તેની સાથે છેતરપિંડી થઈ છે.
એવામાં તેને પૈસા આપવાની ના પાડી દીધી અને વેબમેકર્સને તેની પર્સનલ ડિટેલ્સ અને ફોટોઝ લીક કરવાની ધમકી આપવા લાગ્યો. જણાવીએ કે આ પ્રકારનું પેજ કેટલીક લૂંટ ચલાવનાર ગેન્ગ મળીને કરે છે. જ્યારે તેનો ફેન 60 લાખ રૂપિયા સુધી આપી ચૂક્યો હતો. આ ઘટનાથી કાજલનો ફેન્સ ઘણો ડિપ્રેશનમાં આવી ગયો હતો અને ઘરથી દૂર ચાલ્યો ગયો હતો. પોલીસને આ વાતની જાણ થઈ અને તપાસ શરૂ કરી તો કોલકાતામાં મળી આવ્યો.
બાદમાં ખબર પડી કે આ વેબપેજ એક ક્રિમિનેલ ગિંગ ચલાવી રહી હતી અને કાજલ અગ્રવાલનો ફેન આ ગેંગના ચક્કરમાં આવી ગયો. ફેન ધનાઢ્ય પરિવારનો હોવાથી વેબપેજવાળા તેની પાસેથી રોજ રોજ રૂપિયા ઉઘરાવતા હતા અને કાજલ સાથે મીટિંગની વિગતો આપતા ન હતા. જોકે ફેને વેબપેજને ફરિયાદ કરવાની ધમકી આપી તો ક્રિમિનલ ગેંગે તેની વ્યક્તિગત વિગતો અને તસવીરો લીક કરવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવી લીધા.અંદાજે 60 લાખ જેટલા રૂપિયા ગુમાવ્યા બાદ ફેને અંતે પોલીમાં ફરિયાદ નોંધાવી અને પોતાની સાથે થયેલ છેતરપિંડીની જાણકારી આપી.