રાયપુર: છત્તીસગઢના રાજનાંદગામ જિલ્લામાં શનિવારે સુરક્ષાદળો સાથે થયેલી અથડામણમાં સાત માઓવાદી માર્યા ગયા છે. પોલીસ ઉપ મહાનિરીક્ષક(નક્સલ વિરોધી અભિયાન) સુંદરરાજ પી એ જણાવ્યું કે શનિવારે સવારે લગભગ 6 વાગ્યાની આસપાસ બાઘનદી પોલીસ સ્ટેશન અંતર્ગત સીતાગોટા ગામના જંગલમાં જિલ્લા રિઝર્વ ગાર્ડની ટીમ નક્લરોધી અભિયાન માટે ગઈ હતી ત્યારે અથડામણ થઈ હતી.


સુંદરરાજે જણાવ્યું કે “અત્યાર સુધી સાત શબ જપ્ત કરવામાં આવ્યા છે. ઘટના સ્થળેથી એક AK 47 રાઈફલ સહિત મોટી સંખ્યામાં હથિયારો મળ્યા છે. સર્ચ ઓપરેશન દરમિયાન ચાલું છે.”

જમ્મુ-કાશ્મીર: સોપોરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક આંતકી ઠાર

અમરનાથ યાત્રા પર આતંકી હુમલાની આશંકા, સરકારે યાત્રીઓને પરત ફરવાની આપી સૂચના

ઉલ્લેખનીય છે કે સુરક્ષા દળના જવાનો નક્સલીઓ વિરુદ્ધ સતત અભિયાન ચલાવી રહ્યાં છે. જેનાથી નક્સલી હુમલામાં ઘટાડો થયો છે. સરકારે ગત મહિનામાં સંસદમાં જણાવ્યું હતું કે 2009-2013ની સરખામણીએ વર્ષ 2014-2018 દરમિયાન નક્સલી હિંસામાં 43 ટકા ઘટાડો આવ્યો છે.