નવી દિલ્લી: બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફની હાલમાં રીલિઝ થયેલી ફિલ્મ બાર બાર દેખો બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાલ ન બતાવી શકી. આ દરમિયાન જાહેરાત થઈ તે કેટને સ્મિતા પાટિલ મેમોરિયલ અવોર્ડ આપવામાં આવશે. કેટરીનાને આ અવોર્ડ પ્રિયદર્શિની અકેડમી દ્વારા બોલીવુડ ઈંડસ્ટ્રીમાં તેના યોગદાનને ધ્યાનમાં રાખતા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સમારોહ 19 સપ્ટેમ્બરે આયાજાશે. આ પહેલા આ અવોર્ડ તન્વી આઝમી, શ્રીદેવી, મનિષા કોઈરાલા, ઉર્મિલા માતોંડકર, તબ્બૂ, વિદ્યા બાલન, ઐશ્વર્યા રાય બચ્ચન, કરિના કપૂર ખાન, દીપિકા પદુકોણ અને પ્રિયંકા ચોપરાને મળી ચૂક્યો છે. સોશિયલ મીડિયા પર આ કારણે કેટરીના ચર્ચામાં છે. લોકો કેટને શુભેચ્છાઓ આપવાને બદલે તેની મજાક ઉડાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સ્વર્ગસ્થ સ્મિતા પાટિલે ‘બાઝાર’, ‘ભૂમિકા’, ‘મિર્ચ મસાલા’, ‘અર્ધસત્ય’ અને ‘મંડી’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. લોકોનું કહેવું છે કે કેટરીના કૈફને આ અવોર્ડ આપવોએ સ્મિતા પાટીલનું અપમાન કહેવાય. જુઓ કેવી પ્રતિક્રિયાઓ આવી ટ્વિટર પર