PAAS કન્વીનર રેશ્મા પટેલ-દિનેશ બાંભણિયા નજરકેદ, મેવાણીને અટકાયત પછી છોડી મૂકાયો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Sep 2016 12:42 PM (IST)
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવે તે પહેલાં પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનર રેશ્મા પટેલ, નવસારી પાસના કન્વીનર કનુ સુખડિયા અને દિનેશ બાંભણિયાને નજરકેદ કરવામાં આવ્યા હતા. આ પહેલાં લીમખેડા અને નવસારી વડાપ્રધાનના કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન કરવા માટે જઈ રહેલા જુનાગઢ જિલ્લાના પાસના 40થી વધુ કાર્યકરોનીપોલીસે અટકાયત કરવામાં આવી હતી. પાસ કન્વીનર કેતન પટેલની પણ અટકાયત કરવામાં આવી હતી. જ્યારે દલિત નેતા જીગ્નેશ મેવાણીને અટકાયત પછી છોડી મુકવામાં આવ્યો છે.