મુંબઈ: ડો. હાથીનો પાર્થિવ દેહ જોઈને માતા-પિતા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકવિ કુમાર આઝાદની અંતિમ યાત્રામાં ભવ્ય ગાંધી, મિસિસ સોઢી, નિધી ભાનુશાલી, નેહા મહેતા, સોનાલિકા જોષી, અંબિકા રંજનરકર, શ્યામ પાઠક, ઘનશ્યામ નાયક, કુશ શાહ, તન્મય વેકરિયા અને પ્રોડ્યુસર અસિત મોદીએ ડો. હાથીના પાર્થિવ દેહને અંતિમ દર્શન કરીને ભાવભીની શ્રદ્ધાંજલી પાઠવી હતી. આ ઉપરાંત નજીકના લોકોએ પણ હાજરી આપી હતી.
આજે ડો. હાથીની અંતિમ યાત્રા નીકળી હતી. અંતિમ સંસ્કારની તસવીરો અને વીડિયો સામે આવ્યા હતાં. અંતિમ સંસ્કારમાં ટીવીના કલાકારો પણ જોડાયા હતાં. માતા-પિતા ડો. હાથીનો મૃતદેહ જોઈને ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા હતાં.
કવિ કુમાર આઝાદના માતા-પિતા દીકરાના નિધનથી ઘણાં જ દુઃખી છે અને અંતિમ યાત્રામાં તેઓ એકદમ ભાંગી પડ્યા હતાં. પિતા છેલ્લીવાર દીકરાનું મોં જોઈને રડી પડ્યા હતાં.
મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ડો. હાથી એટલે કવિ કુમાર આઝાદનું 9 જુલાઈના રોજ સવારે કાર્ડિયેક એરેસ્ટને કારણે નિધન થયું હતું. હાલ મુંબઈમાં ભારે વરસાદ હોવાને કારણે અંતિમ સંસ્કારમાં મોડું થયું છે. ડો. હાથીનો પાર્થિવ દેહ તેમના મીરાં રોડ પર આવેલા ફ્લેટ પર લાવવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -