આ પહેલા ટોસ હાર્યા બાદ વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 187 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી રોહિત શર્મા (32 બોલમાં 47 રન) અને ડી કોકે ( 52 બોલમાં રન 81) ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 96 રનની ભાગીદારી કરી હતી. હાર્દિક પંડ્યા 11 બોલમાં 28 રન બનાવી અણનમ રહ્યો હતો. જોફ્રા આર્ચરે 4 ઓવરના સ્પેલમાં 39 રન આપી 3 વિકેટ ઝડપી હતી.
રાજસ્થાને પ્લે ઓફમાં ટકી રહેવા માટે આજની મેચ જીતવી ફરજિયાત છે.મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા આજની મેચમાં પરત ફર્યો છે, જ્યારે રાજસ્થાને બેન સ્ટોક્સને પડતો મૂક્યો છે. બંને ટીમો આ પ્રમાણે છે.
મુકાબલો નીહાળવા મુંબઈ ઈન્ડિયન્સના સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા છે.
MIvRR: રોહિત શર્માએ બેટથી નહીં પણ પગથી બચાવી પોતાની વિકેટ, વીડિયો થયો વાયરલ