હવામાન વિભાગ દ્રારા દિવાળીમાં મેઘરાજા ફરી તોફાની બેટીંગ કરે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં દિવાળીમાં વાવાઝોડા સાથે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. આ માટે અરબી સમુદ્ગમાં સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદ પડવાનો હોવાનો વરતારો કરવામાં આવ્યો છે.
ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર જામનગર, કચ્છ, દ્રારકા થશે અમરેલી, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
હાલમાં ખેડૂતો શિયાળુ પાકની તૈયારી કરતાં હોય ત્યારે ખેડૂતોના માથે ફરી ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. આ પહેલા લીલા દુષ્કાળને કારણે ઘણો ખરો પાક નિષ્ફળ ગયો છે.
હવામાન વિભાગ દ્રારા દાહોદ, નવસારી, ડાંગ મહીસાગર તાપી ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં વરસાદની અસર રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. તો આવતીકાલે સુરત નવસારી વલસાડ તાપીમાં મેઘરાજા પધરામણી કરે તેવી વકી છે.
થોડાં સમય પહેલાજ પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને માતબર નુકસાન ગયું હતું. એક તબક્કે લીલા દુષ્કાળની સ્થિતિનું સર્જન થયું હતું. ગુજરાતમાં 4375 ગામડાઓમાં કુલ મળીને 2.37 લાખ હેક્ટરમાં ખેતીને નુકશાન થયાનો અંદાજ છે. ગુજરાતમાં આ વખત 140 ટકા વરસાદ નોંધાયો છે.