નવી દિલ્હીઃ ‘કૌન બનેગા કરોડપતિ’ સીઝન 11 ટીવીના પોપ્યુલર શોમાંથી એક છે. દરેક સીઝનમાં આ શો ટીઆરપીના ટોપ લિસ્ટમાં રહે છે. અમિતાભ બચ્ચનના શોને પ્રેઝન્ટ કરવાનો અંદાજ દરેક સીઝનમાં દર્શકોને જકળી રાખે છે. શોએ અત્યાર સુધીમાં અનેક કન્ટેસ્ટન્ટને રાતોરાત કરોડપતિ બનાવી દીધા છે. બિહારના રહેવાસી ગૌતમ કુમાર આ સીઝનમાં ત્રીજા કરોડપતિ બની ગયા છે. તેમની પહેલા સનોજ રાજ અને બબીતા તાડે એક કરોડ રૂપિયા જીતી ચૂક્યા છે. એવામાં આવો જાણીએ આ શો આખરે કઈ વ્યક્તિની મોનીટરિંગ હેઠળ થાય છે.

તમને જાણીને નવાઈ લાગશે કે ‘કૌન બનેગા કરોડપતિ’ શો પાછળ તેના નિર્દેશક અરુણ શેષકુમારનું માઈન્ડ છે. અરુણે પોતાની કારકિર્દીમાં અનેક હિટ શો આપી ચૂક્યા છે. અરુણ રિયાલિટી શોને હિટ કરવામાં માહેર છે. અરુણે ટીવીની ઓડિયન્સને બાકી શોથી અલગ કન્ટેન્ટ આપ્યું અને તે હિટ થઈ ગયા.



આ પહેલા અરુણ કુમાર ‘સત્યમેવ જયતે’, ‘સચ કા સામના’, ‘ઈન્ડીયાઝ ગોટ ટેલેન્ટ’, ‘નચ બલિયે’ અને ‘ઝલક દિખલા જા’ જેવા શો આપી ચૂક્યા છે. આ ગેમ શો પાછળ પણ અરુણનું જ માઈન્ડ છે.

‘કૌન બનેગા કરોડપતિ’ શો અમિતાભના દિલની ખૂબ નિકટ છે અને તે મેકિંગ સુધી દરેક બાબત પર ધ્યાન આપે છે. શો વિશે અરુણ શેષકુમારે જણાવ્યું હતું કે અમિતાભ માત્ર શો હોસ્ટ નથી કરતા પરંતુ તેના મેકિંગમાં પણ સંપૂર્ણ રીતે શામેલ છે. કેબીસીની ટીમને તેઓ મળે છે અને દરેક વસ્તુની પહેલા પ્રેક્ટિસ કરે છે.