ઝારખંડની આ મહિલા બની 'KBC 9'ની પ્રથમ કરોડપતિ
નવી દિલ્હીઃ સોની ટીવીના જાણીતા ગેમ શો કૌન બનેગા કરોડપતિને પ્રથમ કરોડપિત મળી ગયા છે. ઝારખંડની રહેવાસી અનામિકા મજૂમદારે 1 કરોડ રૂપિયા જીત્યા છે. અનામિકા જેવા જ કરોડપતિ બન્યા કે તરત જ અમિતાભ બચ્ચને ચીસ પાડી હતી. અનામિકાએ જ્યારે આ રકમ જીતી તો પોતાના આંસૂ રોકી શકા ન હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅનામિકાને પોતાના ટેલેન્ટ પર પૂરો વિશ્વાસ હતો. પરંતુ 7માં પ્રશ્ન પર પહોંચીને અનામિકા કન્ફ્યૂઝ થઈ ગઈ. જેના કારણે તેણે 1 કરોડ રૂપિયા લઈને શો ક્વીટ કર્યો. KBC શોના શરૂ થયાના એક મહિના બાદ પહેલો કરોડપતિ મળ્યો છે. જણાવી દઈએ કે કરોડપતિ બનનારી અનામિકા પરિણીત છે અને તેને બે બાળકો છે. સાથે જ અનામિકા સોશિયલ વર્કર પણ છે.
અનામિકા એક એનજીઓ ચલાવે છે જેનું નામ ફેથ ફોર ઈન્ડિયા છે. અનામિકાનું કહેવું થે કે તે આ પૈસાને NGO પર ખર્ચ કરશે. આ એપિસોડને ગુરુવારે ગુડગાંવ ફિલ્મ સિટીમાં શૂટ કરવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે આ પહેલા બૃજેશ ચૌધરીએ 50 લાખ રૂપિયા જીત્યા હતા. સાથે જ બે પ્રતિયોગીઓએ 25 લાખ જીત્યા હતા. હવે પછીને KBCના એપિસોડમાં બેડમિન્ટન ચેમ્પિયન પીવી સિંધૂ પણ જોવા મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -