‘કેદારનાથ’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ, gorgeous લાગી રહી છે સારા અલી ખાન
સોમવારે ફિલ્મનું એક પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં ફિલ્મની રિલીઝ તારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટ્રેલરમાં પણ ફિલ્મની રિલીઝની તારીખ બતાવવામાં આવી છે. ફિલ્મ 7 ડિસેમ્બર 2018માં રિલીઝ થશે. 2013માં આવેલા ઉત્તરાખંડના પૂરની આજુબાજુ એક લવસ્ટોરી બનાવવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટ્રેલરમાં સારાની એક્ટિંગ ઘણી સારી જોવા મળી રહી છે. આ ફિલ્મમાં સારાનો રોલ એક બિન્દાસ યુવતીનો છે. જે ગાળો પણ આપે છે અને ડર્યા વગર પ્રેમ પણ કરે છે.
મુંબઈઃ અભિષેક કપૂરની અપકમિંગ ફિલ્મ કેદારનાથનું ટ્રેલર સોમવારે રિલીઝ થયું છે. ફિલ્મમાં સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂતની જોડી છે. સુશાંત એક પિઠ્ઠૂની ભૂમિકા ભજવી રહ્યા છે. સારા ખાન આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. જોકે આ ફિલ્મ આવતા પહેલા જ વિવાદોમાં રહી છે.
સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ‘કેદારનાથ’ના ટ્રેલરમાં 2013માં ઉત્તરાખંડમાં આવેલા ભયંકર પૂરને માર્મિક ઢંગથી બતાવવામાં આવ્યું છે. ફિલ્મના ટ્રેલરમાં તબાહીના દ્રશ્યો તમને વિચારતા કરી મુકશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -