ગૌહત્યા ન રોકવાથી કેરળમાં આવ્યું પૂર, ભગવાને આપી સજા, જાણો કઈ અભિનેત્રીએ કર્યા આવા ટ્વિટ
મુંબઈઃ કેરળમાં સદીના સૌથી ભયાનક પૂર બાદ બોલીવુડ સ્ટાર્સથી લઈ અનેક લોકો આગળ આવ્યા છે. ઘણા લોકો મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન આપી રહ્યા છે. આ દરમિયાન અભિનેત્રી પાયલ રોહતગીએ એક પછી એક એમ ચાર ટ્વિટ કર્યા છે. પાયલે કેરળમાં આવેલા પૂરને ગૌહત્યા સાથે જોડ્યું છે. આ ટ્વિટના કારણે તેની ઘણી આલોચના કરવામાં આવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચોથા ટ્વિટમાં પાયલે લખ્યું, “મેં કહ્યું કે કોઈ ધર્મનું અપમાન ન કરવું જોઈએ કારણકે ભગવાન એક છે. પરંતુ મારા એજન્ડા સાથે મેળ બેસાડવા માટે તમારે તમારું સ્ટેટમેન્ટ બદલવું પડશે. જો હું ચેક સાથે મારો ફોટો પોસ્ટ ન કરું તો તેનો મતલબ એવો નથી કે મેં કેરળ પૂર પીડિતો માટે દાન નથી કર્યું.”
ત્રીજા ટ્વિટમાં પાયલે લખ્યું છે કે, “જ્યારે મોટા મોટા એક્ટર્સ દેશની એક છોકરી સાથે થયેલી રેપની ઘટનાને ધર્મ સાથે જોડીને રજૂ કરે છે તો તે નેશનલ ન્યૂઝ બની જાય છે. પરંતુ જ્યારે હું મારા ધર્મને કેરળના પૂર સાથે જોડું તો લોકો મને અભણ કહે છે. ઉપરાંત મારા કરિયર ગ્રાફ પર પણ નિશાન સાધે છે.”
બીજા ટ્વિટમાં તેણે લખ્યું કે, “માણસની સફળતા અને અસફળતાનાં આધારે તેના વિચારોને લેવામાં આવે છે. બેટા, કર્મ કર્મ હોય છે. એ કોઇપણ હિન્દૂ કે મુસ્લિમને નહી છોડે. પરંતુ હાં, તમે ખુલ્લેઆમ કેટલાક લોકોની ભાવનાને ઠેસ પહોંચાડી છે. દરેક ધર્મનું સમ્માન કરો.”
પાયલે ટ્વિટમાં લખ્યું કે, “કેરળમાં ગૌહત્યા પર પ્રતિબંધ કેમ નથી મુકવામાં આવતો. પ્યારા કેરળવાસીઓ અને રાજનેતાઓ, હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવી યોગ્ય નથી. જો તમે કદાચ આ બધુ ખુલ્લેઆમ કરતાં હો તો કદાચ તમને ખરાબ લાગત પરંતુ ભગવાને તમારા પર કોપ વરસાવ્યો છે. ભગવાન એક છે. પરંતુ તમે કોઈની પણ ધાર્મિક ભાવનાઓને ઠેસ ન પહોંચાડી શકો.”
- - - - - - - - - Advertisement - - - - - - - - -