VVS લક્ષ્મણે પસંદ કરી ટેસ્ટ ટીમ, કોહલી-ધોની નહીં પણ આ દિગ્ગજને બનાવ્યો કેપ્ટન, જાણો વિગત
વીવીએસ લક્ષ્મણની પ્લેઇંગ ઇલેવનઃ વિરેન્દ્ર સેહવાગ, મુરલી વિજય, રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર, વિરાટ કોહલી, સૌરવ ગાંગુલી (કેપ્ટન), એમએસ ધોની (વિકેટકિપર), અનિલ કુંબલે, ભુવનેશ્વર કુમાર, જવાગલ શ્રીનાથ, ઝહીર ખાન
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલક્ષ્મણની પ્લેઇંગ ઇલેવનમાં સ્પિનર તરીકે એકમાત્ર અનિલ કુંબલેને જ સ્થાન મળ્યું છે. ફાસ્ટ બોલરોમાં જવાગલ શ્રીનાથ, ઝહીર ખાન અને ભુવનેશ્વર કુમારનો સમાવેશ કરવામાં આવ્યો છે.
લક્ષ્મણે ધોનીનો વિકેટકિપર તરીકે સમાવેશ કર્યો છે. તેણે ધોનીની અવગણના કરીને ભારતીય ટીમના કેપ્ટન તરીકે સૌરવ ગાંગુલીની પસંદ કરી છે. ગાંગુલીની કેપ્ટનશિપમાં લક્ષ્મણ લાંબા સમય સુધી ટેસ્ટ અને વનડે મેચમાં રમ્યો છે.
વીવીએસ લક્ષ્મણ દ્વારા પસંદ કરવામાં આવેલી આ ટીમમાં 1993થી લઈ 20018 સુધીના ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
લક્ષ્મણે તેની ટીમમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે વિરેન્દ્ર સેહવાગ અને મુરલી વિજયની પસંદગી કરી છે. મિડલ ઓર્ડરમાં રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલીનો સમાવેશ કર્યો છે.
નવી દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સાઉથમ્પટનમાં 30 ઓગસ્ટથી ચોથી ટેસ્ટ શરૂ થશે. ભારતે શ્રેણી હારથી બચવા માટે મેચ જીતવી ફરજીયાત છે. ટ્રેન્ટ બ્રિજમાં મળેલી જીતથી ખેલાડીઓનો ઉત્સાહ પણ વધ્યો છે. આ મેચ પહેલા ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે 25 વર્ષ દરમિયાન ભારતીય ટીમનો હિસ્સો રહેલા ખેલાડીઓમાંથી બેસ્ટ પ્લેઇંગ ઇલેવન પસંદ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -