કેરળ પૂરઃ માત્ર લોકોની જ નહીં જાનવરોની પણ મદદ કરી રહ્યા છે વિરાટ-અનુષ્કા, જાણો વિગત
સૂત્રોના જણાવ્યા મુજબ, તેઓ પૂરમાં ફસાયેલા પ્રાણીઓની મદદ કરવા માંગે છે. જાનવરોને શક્ય તેટલી વહેલી મદદ પહોંચે તેમ તેઓ ઈચ્છે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબર્મિંઘમઃ કેરળમાં પૂરના કારણે લોકોનું જીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. બોલિવૂડ સેલેબ્સ પણ પૂર પીડિતો માટે આગળ આવ્યા છે. રાહત ફંડમાં અનેક સેલેબ્સે દાન આપ્યું છે. આ દરમિયાન એક કપલ એવું પણ છે જેમણે પૂર પીડિતો ઉપરાંત પૂરમાં ફસાયેલા જાનવરોની પણ ચિંતા છે.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ, એક ટ્રક સ્પોન્સર કર્યો છે. જે કેરળ પૂરમાં ફસાયેલા જાનવરો માટે ફૂડ અને દવાઓની મદદ પહોંચાડશે. આ માટે તેઓ કેરળના સ્થાનિક એનજીઓની સાથે પણ સંપર્કમાં છે. આ એનજીઓ 8 લોકોની રેસ્ક્યૂ ટીમને મોકલી રહી છે.
બુધવારે બર્મિંઘમમાં જીત બાદ કોહલીએ કહ્યું કે, અમે આ સફળતાને કેરળના પૂર પીડિતોને સમર્પિત કરીએ છીએ. તેની સાથે જ વિરાટ કોહલીએ આ શાનદાર જીતનો શ્રેય પત્ની અનુષ્કાને પણ આપ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -