Kerala To Ladakh On Scooter: આજના સમયમાં ભાગ-દૌડ જેવી જીંદગીમાંથી બ્રેક લઈને ફરવા જવાનું સપનું દરેક વ્યક્તિ જોતો હોય છે. પરંતુ કેટલાક લોકોનું ફરવા જવાનું સપનું જ નથી હોતું પણ એક જુનુન અને શોખ પણ હોય છે. આવા લોકો આરામ માટે નહી પણ નવી જગ્યાઓને જાણવા અને નવા લોકોને મળવા માટે જતા હોય છે અને તેમને માનસીક શાંતિ પણ મળતી હોય છે. આવો જ એક રોમાંચક અનુભવ કેરળના યુવકે કર્યો છે.


કેરળના આ યુવકે તેના 27 વર્ષ જુના ચેતક સ્કૂટર પરથી લદ્દાખ ફરવા ગયો છે. તમે અવારનવાર જોયું હશે અને સાંભળ્યું હશે કે યુવાનોને બુલેટ બાઈક કે જીપમાં લદ્દાખની મુસાફરી કરવી ગમે છે, પરંતુ કેરળના આ રખડતા માણસે પોતાના સ્કૂટર દ્વારા લદ્દાખની સફર કરી છે. કેરળથી લદ્દાખ સ્કૂટર પર મુસાફરી કરવી, તે વાત સાંભળવામાં ખૂબ જ ચોંકાવનારું લાગે છે.


આ યુવકે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેરળથી લદ્દાખ સુધીની તેની સફરના ઘણા વીડિયો પોસ્ટ કર્યા છે. ઇન્ટરનેટ પર ઘણા વીડિયો વાયરલ પણ થઈ રહ્યા છે. લોકોને આશ્ચર્ય થાય છે કે આખરે આ વ્યક્તિ સ્કૂટર પર સામાન ભરીને કેરળથી લદ્દાખ કેવી રીતે જઈ શક્યો હશે?


યુવકે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યાનો દાવો કર્યોઃ
ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરાયેલા એક વીડિયોમાં કેરળનો આ યુવક વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો દાવો પણ કરી રહ્યો છે. વીડિયોમાં યુવક કહે છે, 'મને એ વાત જણાવતા આનંદ થાય છે કે મેં 150 સીસીથી ઓછા વાહન સાથે વિશ્વના સૌથી ઊંચા મોટર પાસને પાર કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. મને સપોર્ટ કરનારા તમામ લોકોનો આભાર.