નવી દિલ્હીઃ અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી’ બોક્સ ઓફિસ પર વિતેલી હોળી પર રિલીઝ થઈ અને ફિલ્મે પ્રથમ વીકેન્ડ પર શાનદાર પરફોર્મન્સ કર્યું. કહેવાય છે કે, ફિલ્મે પોતાના પ્રથમ વીકએન્ડમાં 80 કરોડ રૂપિયા સુધીનો બિઝનેસ કર્યો છે.
'કેસરી' વર્ષની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ગઇ છે. ફિલ્મે પ્રથમ દિવસે 21.06 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મ શુક્રવારે 16.70 કરોડ રૂપિયા, શનિવારે 20.00 કરોડ રૂપિયાની કમાણી કરી ચુકી છે એટલે ફિલ્મે અત્યાર સુધીમાં કુલ 56.76 કરોડ રૂપિયાની કમાણી કરી લીધે છે અને રવિવારની કમાણીને ધ્યાનમાં રાખતા પ્રથમ વીકએન્ડમાં ફિલ્મ 80 કરોડ રૂપિયાને પાર કરી જશે એવી સંભાવના છે.
વર્ષ 1897માં 12 સ્પટેમ્બરનાં રોજ લડવામાં આવેલાં સારાગાઢી યુદ્ધ પર આ ફિલ્મ બનેલી છે. આ લડાઇ બ્રિટિશ સેનાની 36મી રેજિમેન્ટ અને અફઘાન કબિલાવાળા વચ્ચે લડવામાં આવી હતી. જેમાં આશરે 10 હજાર અફઘાની સૈનિકોને ફક્ત 21 શિખ જવાનોએ રોક્યા હતા. ફિલ્મમાં અક્ષય કુમાર ઇશર સિંહ કુમારનાં પાત્રમાં જોવા મળે છે.