નવી દિલ્હીઃ અક્ષય કુમારની આગામી ફિલ્મ કેસરીનું ત્રીજું ગીત તેરી મિટ્ટી રિલીઝ થઈ ગયું છે. ગીત ગાયક બી પ્રાકે ગાયું છે અને ગીતમાં મ્યૂઝિક અરકોએ આપ્યં છે. ગીતના બોલ છે, તેરી મિટ્ટીમેં મિટ જાવાં. આ ગીત દેશને પ્રેમ કરનારા અને તેના પર પ્રાણને બલિદાન આપનારા જવાનો માટે એક શ્રદ્ધાંજલિના રૂપમાં છે. ખાસ વાત તો એ છે કે ગીતને રિલીઝ થયે 18 કલાક થઇ ગયા છે અને અઢાર કલાકની અંદર 55 લાખથી વધુ લોકો કેસરીનું આ ગીત જોઈ ચૂક્યા છે. આ ગીત મનોજ મુતાશિર દ્વારા લખાયેલું છે. જુઓ ગીત....

અક્ષયકુમારની ફિલ્મ 21 મી માર્ચના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની વિરુદ્ધ પરિણીતી ચોપડા જોવા મળશે. આ ફિલ્મની કહાની સરાગઢી યુદ્ધ પર આધારિત છે, જેમાં શીખ રેજિમેન્ટના 21 સૈનિકોએ 10 000 અફઘાનોને કાપી નાખ્યા હતા. અક્ષય કુમાર આ ફિલ્મમાં ઇશર સિંહના પાત્રમાં જોવામાં આવશે.