મુંબઈ: 92 વર્ષના ફેમસ સંગીતકાર ખય્યામે ગત રાતે અંતિમ શ્વાસ લીધા હતાં. બોલિવૂડમાં એકથી એક ચઢિયાતા ગીત આપનાર મ્યૂઝિક ડિરેક્ટર ખય્યામે સોમવારે દેહ છોડ્યો હતો.
હાર્ટ એટેકના કારણે તેમનું મોત નિપજ્યું હતું. ખય્યામના પરિવારને સાંત્વના આપવા માટે સોનુ નિગમ, અલ્કા યાજ્ઞિક સહિતના બોલિવૂડ સ્ટાર્સ આવ્યાં હતાં.
નોંધનીય છે કે, છાતિમાં ઈન્ફેક્શન અને ન્યૂમોનિયાની ફરિયાદ બાદ તેમને 28 જુલાઈએ મુંબઈની હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતાં. ત્રિશૂલ, નૂરી, દર્દ, રજિયા-સુલતાન વગેરે જેવી ફિલ્મ્સમાં તેમણે સંગીત પીરસ્યું હતું.
તેમના નિધનની ખબર મળતાં જ લોકોએ સોશિયલ મીડિયા પર તેને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમના અંતિમ દર્શન માટે સેલિબ્રિટીઝ તેમના ઘરે પહોંચવા લાગ્યાં હતાં.