Khushi Kapoor On Vacation: સ્ટાર કિડ ખુશી કપૂર આજકાલ ખુબ ચર્ચામાં છે. બૉલીવુડ ડાયરેક્ટર બોની કપૂર અને દિવંગત અભિનેત્રી શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર બહુ જલદી મોટા પડદા પર ધમાલ મચાવવા તૈયાર છે, જોકે, આ પહેલા જ તેને સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. તેની સેક્સી અને બૉલ્ડ ફિગર વાળી તસવીરોએ ફેન્સના દિલ જીતી લીધા છે. ખુશી કપૂર નેટફ્લિક્સ ફિલ્મ 'ધ આર્ચીજ'ની સાથે અમિતાભ બચ્ચનની પૌતી અગસ્ત્ય નંદા અને શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન સાથે પોતાની બૉલીવુડ શરૂઆત માટે તૈયાર છે. 


પરંતુ ખાસ વાત છે કે ફિલ્મ પહેલા ખુશી કપૂર પોતાની દોસ્તો સાથે વેકેશેનની ખુબ મજા લઇ રહી છે, તાજેતરમાં જ સામે આવેલી તસવીરોમાં જોઇ શકાય છે કે, ખુશી કપૂર પોતાના દોસ્તો સાથે અમેરિકાના લોસ એન્જેલસમાં ખુબ મસ્તી કરી રહી છે, આ તસવીરો તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીરોના કેપ્શનમાં લખ્યું છે - શું તમે ખરેખર એલવએ  ગયા હતા જો તમે પોતાના ઇન્સ્ટાગ્રામ પર તાડના વૃક્ષોની તસવીરો પૉસ્ટ કરી છે.


ખુશી કપૂર પહેલી તસવીરમાં તાડના વૃક્ષની નીચે છે, તે પીળા રંગની ડ્રેસમાં એક દોસ્ત સાથે પૉઝ આપી રહી છે. આ ઉપરાંત તે દોસ્તો સાથે લાંબી પાગપાળા યાત્રા પર ગઇ છે, ત્યાંની તસવીરો પણ શેર કરી છે, કેમ કે તેને લાંબા પગને ફ્લૉન્ટ કર્યા છે.






ખુશી કપૂરે જેવી આ તસવીરો શેર કરી, તેમાં મહીપ કપૂર, આલિયા કશ્યપ, અને શનાયા કપૂરે કૉમેન્ટ સેક્શનમાં તેના માટે પ્રેમાળ ઇમૉજી પૉસ્ટ કરી દીધી. 


ધ આર્ચીજ ફિલ્મની વાત કરીએ તો આ લોકપ્રિય આર્ચી કૉમિક્સની રૂપાંતરણ છે. આમાં ખુશી બેટ્ટી કપૂર તરીકે, સુહાના વેરોનિકા લૉજની ભૂમિકા નિભાવશે, અને અગસ્ત્ય નંદા આર્ચી એન્ડ્ર્યૂઝની ભૂમિકા નિભાવશે. ફિલ્મમાં માહિર આહુજા, ડૉટ, યુવરાજ મેન્ડા અને વેદાંગ રેના પણ છે. મેમાં જોયા અખ્તરે ફિલ્મનુ એક ટીજર રિલીજ કર્યુ હતુ, વીડિયોમાં પહેલો લૂક જોવા મળ્યો હતો. આ 1960ના દાયકાના ભારતમાં સ્થાપિત છે અને જે 2023માં નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.


 














આ પણ વાંચો....... 


Vadodara : પોલીસને જોઈ કોંગ્રેસના યુવા નેતાએ કાર યુ-ટર્ન લઈ હંકારી મુકી, પોલીસને પડી શંકા ને પછી......


India Corona Cases Today : કોરોના કેસમાં આવ્યો ઉછાળો, જાણો આજની સ્થિતિ


નાગાસાકીના ગુન્હાનો અર્થઃ પરમાણુ યુગમાં અમેરિકી શક્તિ અને અમાનવીકરણ


School Closed: ભારે વરસાદના કારણે આ જિલ્લામાં આજે-આવતીકાલે શાળાઓમાં રજા, જાણો વિગત


Gujarat Rain : મહેસાણામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ, મોરબીમાં 5.4 ઇંચ વરસાદ ખાબક્યો


Gujarat Election 2022 : કોંગ્રેસની મોટી જાહેરાતઃ જૂની પેંશન યોજના કરાશે લાગું, ખેડૂતો માટે પણ મોટી જાહેરાત