હાલમાં જ કિયારા અડવાણીએ ઇન્ડિયન કૂટ્યોર વિક 2019નાં ઓપનિંગ શોમાં રેમ્પ વોક કર્યુ હતું. આ સમયે તેણે ફેમસ ફેશન ડિઝાઇનર અમિત અગ્રવાલ દ્વારા ડિઝાઇન કરેલો રેડ લહેંગો પહેર્યો હતો. આ લહેંગો અમિતનાં ‘Lumen’ કલેક્શનનો હતો. રેડ કલરની સાથે તેણે ગ્રીન લેયર્ડ બિડ્સ નેકલેસ પહેર્યુ હતું.
જોકે કિયારાની આ તસવીરો ફેન્સને પસંદ ન પડી અને સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. ટ્રોલર્સે કબીર સિંહની પ્રિતી સાથે સરખાવીને તેનાં ફોટો પર કમેન્ટ કરવા લાગ્યા કે, ‘પ્રીતિ ચુન્ની ઠીક કરો’ જે અંદાજમાં ફિલ્મ કબીર સિંહમાં તેને શાહિદ કપૂર કહેતો જોવા મળતો હતો.