નવસારીઃ ચીખલી તાલુકા પંચાયતના પ્રમુખની દીકરીએ સાસરીમાં આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. તાલુકા પંચાયતના પ્રમુખની દીકરી નિધિ પટેલે હજુ એક વર્ષ પહેલા જ લવ મેરેજ કર્યા હતા. ત્યારે પ્રેમલગ્નના એક જ વર્ષમાં યુવતીના આપઘાતથી યુવતીના પરિવારમાં માતમ છવાયો છે.
મળતી વિગતો પ્રમાણે નિધિ પટેલે એક વર્ષ પહેલા ધનસુખ કાપડિયા નામના યુવક સાથે લવ મેરેજ કર્યા હતા. પરંતુ સાસરીમાં ત્રાસ આપતા હોવાથી તે કંટાળી ગઈ હતી. આ અંગે નિધિએ પોતાની માતાને ફોન કરીને જાણ પણ કરી હતી. આ પછી યુવતીએ ઘરે ગળેફાંસો લગાવીને આપઘાત કરી લીધો હતો.
આમ, એક વર્ષના પ્રેમલગ્નનો કરુણ અંત આવ્યો છે. આ અંગે પિયર પક્ષને જાણ થતાં તેમણે સાસરિયા સામે ગુનો નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. જોકે, પોલીસ તપાસ પછી જ વધુ વિગત સામે આવશે.
નવસારીઃ લવ મેરેજના એક જ વર્ષમાં યુવતીએ કર્યો આપઘાત, માતાને ફોન પર શું કહ્યું? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Feb 2020 09:41 AM (IST)
લગ્નના એક જ વર્ષમાં ચીખલી તાલુકા પંચાયતના પ્રમુખની દીકરીએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -