રામ રહીમના કારણે કપિલ શર્માનો આ સાથી કોમેડિયન પહોંચી ગયેલો જેલમાં, જાણો વિગત
નવી દિલ્હીઃ ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને પંચકુલા કોર્ટે બળાત્કારના દોષીત ગણાવ્યા છે. 28 ઓગસ્ટ એટલે કે આજે રામ રહીમને સજા સંભળાવવામાં આવશે. દોષીત જાહેર કર્યા બાદ પંચકુલામાં રામ રહીમના સમર્થકોએ હિંસા શરૂ કરી દીધી હતી. બાદમાં ત્યાં કર્ફ્યૂ લગાવાવું પડ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરામ રહીમને લઈને તેના ભક્તોમાં જે ગાંડપણ છે તેનો પુરાવો અનેક વખત જોવા મળ્યો છે. એક વખત તો કોમેડિયન કીકૂ શારદાને જેલ પણ જવું પડ્યું હતું. રામ રહીમ સતત પોતાના લુક્સ, ફિલ્મોને કારણે ચર્ચામાં રહે છે. જાન્યુઆરી 2016માં કીકૂ શારદાએ કલર્સના કોમેડી શો કોમેડી નાઈટ્સ વિધ કપિલમાં રામ રહીની નકલ કરી હતી અને તેની ફિલ્મના સીન કોપી કર્યા હતા.
ત્યરા બાદ રામ રહીમના સમર્થકોએ તેના પર ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો આરોપમાં કેસ કર્યો હતો. કીકૂને કૈથલ પોલિસે મુંબઈથી ધરપકડ કરી હતી. બાદમાં 1 લાખ રૂપિયાના જામીન પર કૂકીને છોડવામાં આવ્યો હતો. અનેક ફિલ્મી હસ્તીઓએ કીકૂનો સાથ આપ્યો હતો પરંતુ રામ રહીના ભક્તો અને સમર્થકોની આગળ કોઈનું પણ ચાલ્યું ન હતું.
ડેટા સચ્ચા સૌદાના સમર્થકોએ આરોપ લગાવ્યો હતો કે, એક ચેનલ પર જશ્ન-એ-આઝાદી શોના કોમેડી એક્ટમાં રામ રહીમની ફિલ્મ એમએસજી-ટૂના એક સીનની સાથે છેડછાડ કરીને બતાવવામાં આવ્યો છે. આ શો 27 ડિસેમ્બરે ટીવી પર ઓનએર થયો હતો. આ સોમાં કીકૂ ગરમીન રામ રહીના ગેટઅપમાં યુવતીઓની સાથે ડાન્સ કરતો અને દારૂ પીરસતો જોવા મળ્યો હતો.
ડેરા સચ્ચા સૌદા સમર્થકોએ કીકૂ શારદા ઉપરાંત કોમેડી નાઈટ્સ વિધ કપિલ શોમાં જોવા મળેલ કલાકાર સુનીલ ગ્રોવર (ગુત્થી), અસગર અલી (દાદી), રાજીવ ઠાકુર, પૂજા બેનર્જી, મુન્નારાય, ગૌતમ ગુલાટી અને સના ખાન પર કેસ દાખલ કર્યો હતો. તેમાં કીકૂની ધપકડ કરવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -