રામ રહીમના કારણે કોમેડિયન પહોંચી ગયેલો જેલમાં, હવે ઉડાવી મજાક, જાણો શું કહ્યું
ડેરા સચ્ચા સૌદા સમર્થકોએ કીકૂ શારદા ઉપરાંત કોમેડી નાઈટ્સ વિધ કપિલ શોમાં જોવા મળેલ કલાકાર સુનીલ ગ્રોવર (ગુત્થી), અસગર અલી (દાદી), રાજીવ ઠાકુર, પૂજા બેનર્જી, મુન્નારાય, ગૌતમ ગુલાટી અને સના ખાન પર કેસ દાખલ કર્યો હતો. તેમાં કીકૂની ધપકડ કરવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકીકુએ ટ્વિટર પર પત્ની સાથે એક તસવીર પોસ્ટ કરી હતી અને લખ્યું કે, હું એક શાંતીપૂર્ણ ચાઈનીઝ ભોજન લઈ રહ્યો છું અને તેમાં મોસોડિયમ ગ્લૂટામેટ નથી. તમને જણાવીએ કે, મોસોડિયમ ગ્લૂટામેટ એક પ્રકારનું મીઠું હોય છે જેને MSG પણ કહેવામાં આવે છે અને તેનો ઉપયોગ મોટેભાગે ચાઈનીઝ ભોજનમાં થાય છે. બાબા રામ રહીમને પણ MSGના નામથી બોલાવવામાં આવે છે કારણ કે તેમની પ્રથમ ફિલ્મનું નામ ‘મેસેન્જર ઓફ ગોડ’ હતું. માટે કીકુએ નામ લીધા ગર ઇશારામાં જ પોતાની વાત કરી હતી.
રામ રહીમને લઈને તેના ભક્તોમાં જે ગાંડપણ છે તેનો પુરાવો અનેક વખત જોવા મળ્યો છે. એક વખત તો કોમેડિયન કીકૂ શારદાને જેલ પણ જવું પડ્યું હતું. રામ રહીમ સતત પોતાના લુક્સ, ફિલ્મોને કારણે ચર્ચામાં રહે છે. જાન્યુઆરી 2016માં કીકૂ શારદાએ કલર્સના કોમેડી શો કોમેડી નાઈટ્સ વિધ કપિલમાં રામ રહીની નકલ કરી હતી અને તેની ફિલ્મના સીન કોપી કર્યા હતા.
ત્યરા બાદ રામ રહીમના સમર્થકોએ તેના પર ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો આરોપમાં કેસ કર્યો હતો. કીકૂને કૈથલ પોલિસે મુંબઈથી ધરપકડ કરી હતી. બાદમાં 1 લાખ રૂપિયાના જામીન પર કૂકીને છોડવામાં આવ્યો હતો. અનેક ફિલ્મી હસ્તીઓએ કીકૂનો સાથ આપ્યો હતો પરંતુ રામ રહીના ભક્તો અને સમર્થકોની આગળ કોઈનું પણ ચાલ્યું ન હતું.
ડેટા સચ્ચા સૌદાના સમર્થકોએ આરોપ લગાવ્યો હતો કે, એક ચેનલ પર જશ્ન એ આઝાદી શોના કોમેડી એક્ટમાં રામ રહીમની ફિલ્મ એમએસજી ટૂના એક સીનની સાથે છેડછાડ કરીને બતાવવામાં આવ્યો છે. આ શો 27 ડિસેમ્બરે ટીવી પર ઓનએર થયો હતો. આ સોમાં કીકૂ ગરમીન રામ રહીના ગેટઅપમાં યુવતીઓની સાથે ડાન્સ કરતો અને દારૂ પીરસતો જોવા મળ્યો હતો.
મુંબઈઃ ‘ધ કપિલ શર્મા શો’ દ્વારા ઓડિયન્સને લોટપોટ કરનાર કીકૂ શારદાને પાછલા વર્ષે જેલની હવા ખાવી પડી હતી. તેનું કારણ હતું ગુરમીમ રાહ રહીમ સિંહ હતા, જેની કોપી કિકૂએ સ્ટેજ પર કરી હતી. હવે રામ રહીમને જ્યારે 20 વર્ષની સજા થઈ છે ત્યારે કીકૂએ ટ્વિટર પર રામ રહીમનું નામ લીધા વગર તેની મજાક ઉડાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -