દક્ષિણ કોરીયાનુ દુ:સાહસ: 2700 કિમી લાંબા અંતરની મિસાઈલ છોડી, જાપાન ઉપર થઈને સમુદ્રમાં પડી
નવી દિલ્લી: ઉત્તર કોરિયાએ મંગળવારે જાપાન ઉપરથી મિસાઈલ છોડી દક્ષિણ ચીન સાગરમાં તણાવ પેદા કરી દીધો છે. આ મિસાઈલ 2700 કિલોમીટરનું અંતર કાપી ઉત્તરી પ્રશાંત મહાસાગરમાં જઈને પડી હતી. જાપાને દાવો કર્યો છે કે, ઉત્તર કોરિયાએ ફરી એકવાર મિસાઇલ પરિક્ષણ કર્યું છે. જે જાપાન ઉપરથી પસાર થઈને સમુદ્રમાં પડી છે. સરકારની ચેતવણી આપતી પ્રણાલીએ કહ્યું કે, મિસાઇલના ક્ષેત્રમાં આવતા વિસ્તારના લોકોનો સાવધાન રહેવા કહ્યું છે. જો કે સાર્વજનિક પ્રસારક એનએચકે કહ્યું કે, નુકસાનીનો કોઈ સંકેત ન મળ્યો નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજાપાન તરફથી મિસાઈલને નષ્ટ કરવાની કોઈ કોશિશ કરવામાં આવી નથી. જો કે જાપાનમા વિસ્તારમાં સવારે 6:6 કલાકની આસપાસ થયો હતો. દક્ષિણ કોરિયાએ કહ્યું કે, ઉત્તર કોરિયાએ મીસાઇલ પરિક્ષણ કર્યું છે. દક્ષિણ કોરિયા પહેલા જાપાને પણ ઉત્તર કોરિયા પર મિસાઇલ પરિક્ષણનો આરોપ લગાવ્યો છે.
જાપાનના મુખ્ય કેબિનેટ સચિવ યોશિહિદે સુગાએ કહ્યું કે, કોરિયા મિસાઈલ પરિક્ષણને એક અભૂતપૂર્વ, ગંભીર ખતરો ગણાવતા કહ્યું કે, જાપાન તેના જવાબમાં કડક પગલા લેશે. સુગાએ કહ્યું કે, બેલિસ્ટિક મિસાઈલ અમારા વિસ્તાર પર ઉડાવવા માટે પરિક્ષણ કરવામાં આવ્યું. આ અમારા દેશ માટે એક ગંભીર ખતરો છે.
સરકારી પ્રવક્તા સુગાએ કહ્યું કે, જાપાને તેની કડક નિંદા કરી છે કારણ કે, આ સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવોનું ખુલ્લું ઉલ્લંઘન છે. તેમણે કહ્યું કે, જાપાન યોગ્ય પગલા લેવા માટે અમેરિકા, દક્ષિણ કોરિયા અને અન્ય સંબંધિત દેશો સાથે મળીને કામ કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -