બોયફ્રેન્ડ સાથે બ્રેક અપ બાદ કિમ શર્માએ શેર કરી બોલ્ડ બિકિની તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Apr 2019 03:07 PM (IST)
બોલીવૂડ અભિનેત્રી કિમ શર્મા અને હર્ષવર્ધન રાણેના બ્રેકઅપના રિપોર્ટ્સ હાલ બોલીવૂડમાં ચર્ચામાં છે. એવામાં કિમ શર્માએ સોશિયલ મીડિયા પર ખૂબજ હોટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં કિમ દરિયા કિનારે બિકિનીમાં જોવા મળી રહી છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી કિમ શર્મા અને હર્ષવર્ધન રાણેના બ્રેકઅપના રિપોર્ટ્સ હાલ બોલીવૂડમાં ચર્ચામાં છે. એવામાં કિમ શર્માએ સોશિયલ મીડિયા પર ખૂબજ હોટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં કિમ દરિયા કિનારે બિકિનીમાં જોવા મળી રહી છે. મસ્તી કરતી કિમની આ તસવીર ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. આ તસવીરને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા કિમ શર્માએ કેપ્શનમાં લખ્યું, મારી સાથે ચાલો, તસવીરમાં તમે જોઈ શકો છો કિમ હાથ પકડવા માટે પોઝ આપી રહી છે. સોશિયલ મીડિયા પર તેની તસવીરોને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ રિપોર્ટ્સ આવ્યા હતા કે કિમ અને હર્ષવર્ધનની રિલેશનશીપ લાંબો સમય સુધી ન ચાલી અને બંનેએ બ્રેકઅપ કરી લીધું છે. બાદમાં બંને પોતાની જિંદગીમાં વ્યસ્ત છે.