યુવરાજની આ એક્સ-ગર્લફ્રેન્ડ ફરી તેની લફરેબાજીના કારણે છે ચર્ચામાં, જાણો વિગતો
કેન્યાના બિઝનેસ મેન અલી પંજાની સાથે પરણેલી કિમનું ડિઝાઈનર અર્જુન ખન્ના સાથે અફેર ચાલી રહ્યું હોવાની વાતો ચાલી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે કિમ અને ક્રિકેટર યુવરાજ સિંહનું અફેર જાહેર હતું, યુવીની માતા કિમને સ્વીકારવા તૈયાર નહોતી અને બંનેનું બ્રેક અપ થયું હતું.
આ પછી કિમની સગાઈ તેના સ્પેનિશ બોયફ્રેંડ કારલોસ મરિન સાથે થવાની હતી પણ છેલ્લી ઘડીએ તે બંનેનું બ્રેક અપ થઈ ગયું હતું. (કિમ સ્પેનિશ બોયફ્રેંડ કારલોસ મરિન સાથે)
વર્ષ 2000માં આવેલી ફિલ્મ મહોબ્બતે ફિલ્મથી ફેમસ થયેલી અભિનેત્રી કિમ શર્મા ફરી એક વાર ચર્ચામાં છે. હોલ બોલીવુડમાં ગોસિપ છે કે કિમનું અક્સ્ટ્રા મેરિટલ અફેર ચાલી રહ્યું છે.
અહેવાલો છે કે તે બંને છેલ્લા થોડા સમયથી સાથે દેખાઈ રહ્યા છે. તેમજ અર્જુન અને તેની પત્ની શેફાલી પણ અલગ-અલગ રહે છે. (કિમ અને અર્જુન ખન્ના)
થોડા દિવસો પહેલા કિમ અને અર્જુન ડબ્બુ રત્નાનીના કેલેંડર લૉંચમાં હાથમાં હાથ નાખીને આવ્યા હતા.
કિમ શર્મા એક્ટર અર્જુન રામપાલની કઝિન થાય છે. અને તેના લગ્ન બિઝનેસ ટાયકૂન અલી પંજાની સાથે 2010માં થયા હતા. તે થોડા સમયથી મુંબઈ આવી ગઈ છે. જો કે કિમ અને અર્જુને પોત-પોતાના લગ્ન અંગે કોઈ કમેંટ કરી નહોતી કે નથી એકબીજા સાથેની રિલેશનશીપની કોઈ વાત કરી છે. (કિમ પતિ અલી પંજાની સાથે)
- - - - - - - - - Advertisement - - - - - - - - -