વડોદરાઃ FB દ્વારા મોડલ સાથે યુવકે ફ્રેન્ડશિપ કરી, પછી રૂબરૂ મળ્યાં ને આવ્યો અણધાર્યો વળાંક, જાણો
ધમકીથી ગભરાયેલી યુવતીએ ફતેગંજ પોલીસ મથકમાં ચરણજીત રંધાવા, આયુષ સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ કિસ્સો ફેસબુક દ્વારા ફ્રેન્ડશિપનાં જોખમો સામે લાલબત્તી ધરનારો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુવતીને 16 જાન્યુઆરી, 2017ના રોજ ફતેગંજ વિસ્તારમાં આવેલા અરવિંદ બાગ પાસે ચરણજીત અને આયુષના મિત્રોએ રોકીને ધમકી આપી હતી કે, જો ચરણજીત સામે કરેલી ફરિયાદ પરત નહિં લે તો વડોદરામાં રહેવું ભારે કરી દઇશું અને તારો ચહેરો બગાડી દઇશું.
વડોદરાઃ એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી અને મોડેલિંગ સાથે જોડાયેલી યુવતીએ ફેસબુક પર પરિચય થતાં મિત્ર બનેલો યુવક પરિણીત હોવાની જાણ થતાં લગ્નનો ઇન્કાર કર્યો હતો. આ ઈન્કારથી છંછેડાયેલા યુવક તથા તેના મિત્રોએ મોડલનો ચહેરો બગાડી દેવાની ધમકી આપતાં યુવતીએ પોલીસ ફરિયાદ કરી છે.
સાત માસ પછી યુવતીના ઇસ્ટ્રાગ્રામ આઇ ડી પર ચરણજીતની પત્ની અમરદિપ કૌરનો મેસેજ આવ્યો હતો. મેસેજ જોયા બાદ યુવતીએઅ ચરણજીત સાથે તેના અફેરની વાતો જણાવી હતી. આ વાતની જાણ થતાં ચરણજીતઅને તેના મિત્ર આયુષે યુવતીને ફોન પર હેરાન કરવાનું શરૂ કર્યું હતું. યુવતીએ આ અંગે પોલીસને જાણ કરી હતી.
સપ્ટેમ્બર-2015માં યુવતી અને ચરણજીતની રૂબરૂ મુલાકાત થઇ હતી. તે સમયે ચરણજીતસિંહે લગ્નની ઓફર કરી હતી. યુવતી લગ્ન માટે તૈયાર હતી પણ ચરણજીતે લગ્ન કરવાં હોય તો મોડેલિંગ છોડવું પડશે. યુવતીને આ શરત માન્ય નહોતી તેથી તેણે લગ્નનો ઇન્કાર કર્યો હતો.
દોઢ વર્ષ પહેલાં યુવતીના ફેસબુક પર ચરણજીતસિંહ રંધાવા નામના યુવાનની ફ્રેન્ડશીપ રિકવેસ્ટ આવી હતી, જે યુવતીએ સ્વીકારી હતી. યુવતી અને રંધાવા ફેસબુક પર વાતો પણ કરતાં અને મિત્રતા ગાઢ બનતા બંનેએ એકબીજાને પોતાનો મોબાઇલ નંબર આપ્યો હતો. તે બાદ તેઓ મોબાઇલ ફોન પર વાતો પણ કરતા હતા.
વડોદરાના ફતેગંજ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે શહેરના ફતેગંજ વિસ્તારમાં મુસ્લિમ .વતી (નામ બદલ્યું છે) ફ્રેન્ડ સાથે રહે છે. એમ.એસ. યુનિવર્સીટીમાં ડીપ્લોમા પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન બીઝનેશ એડમિનિસ્ટ્રેશનમાં અભ્યાસ કરતી યુવતી મોડેલીંગ પણ કરે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -