ન્યૂડ પેઇન્ટિંગ શેર કરીને ટ્રોલ થઈ શાહરૂખની પત્ની, લોકો પૂછી રહ્યા છે વિચિત્ર સવાલ
ગત વર્ષે પણ શાહરૂખની પત્ની ગૌરી ખાન સૌશિયલ મીડિયા પર ટ્રોલ થઈ હતી. તેણે શાહરૂખ ખાનના જન્મદિવસ પર એક તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. આ તસવીરમાં ગૌરી ખાને ટ્રાન્સપરેન્ટ ડ્રેસ પહેર્યો હતો. જેના કારણે તે ટ્રોલ થઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ બોલિવૂડના જાણીતા એક્ટર શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીર બાદ યૂઝર્સ તેને ટ્રોલ કરવા લાગ્યા. અનેક યૂઝર્સે તેની આકરી ટીકા કરી છે.
શાહરૂખની પત્ની ગૌરીખાન ઇન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે અને સતત નવા ફોટા મૂકતી રહે છે.
તે સમયે યૂઝર્સે તેને માન-મર્યાદા જાળવવાની સલાહ આપી હતી. લોકોએ ગૌરીની ડ્રેસિંગ સેંસ પર સવાલ ઉઠાવીને કહ્યું હતું કે, આવા કપડાંથી ગૌરી ખાનની સમાજમાં નેગેટિવ છબી બની રહી છે.
દાનિશ વર્શી નામા યૂઝરે શાહરૂખને ટેગ કરીને લખ્યું છે કે, ડિયર, તારી પત્નીએ દારૂ પીધો છે ?
સૈય્યદ મુસ્તફા નામના એક યૂઝરે આ અંગે પ્રતિક્રિયા આપતાં લખ્યું છે કે, બસ આ જ જોવાનું બાકી રહી ગયું હતું. અભિજીત નામના યૂઝરે લખ્યું કે, કેટલી ધૃણાસ્પદ તસવીર છે. શરમ કરો.
ગૌરી ખાને ઈટાલીના જાણીતા આર્ટિસ્ટ રોબર્ટો ફેરિસની એક તસવીર તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીરમાં નગ્નતા હોવાના કારણે યૂઝર્સને તસવીર પસંદ ન આવી. ઇન્સ્ટાગ્રામ પર અનેક લોકોએ તેની ઝાટકણી કાઢી છે અને હાલ તે ટ્રોલ થઈ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -