ખૂબ ઓછા લોકો જાણતા હશે કે બીઆર ચોપડાએ આ સીન માટે એક ખાસ તૈયારી કરી હતી. સીનનો બનાવવા માટે તેમણે એક લાંબી સાડીની વ્યવસ્થા કરી હતી. બીઆર ચોપડાએ આ સીનને ફિલ્માવવા માટે 250 મીટર લાંબી સાડીનો ઉપયોગ કર્યો હતો. આ સાડીનો ઉપયોગ ત્યારે કરવાનો હતો જ્યારે દ્રોપદીનું અપમાન કરવામાં આવી રહ્યું હતું અને શ્રીકૃષ્ણએ તેનો બચાવ કર્યો હતો. જ્યારે નિર્માતાઓએ રૂપા ગાંગુલીને કહ્યું હતું કે તેણે પોતાને એ મૂડમાં લઈ જવું જોઈએ જ્યારે એક મહિલાને વાળ પકડી એક બેઠકમાં ખેંચવામાં આવે અને તેનું ચીર હરણ કરવામાં આવે.
તમારી જાણકારી માટે અમે આપને જણાવીએ કે રૂપાએ પોતાને એ રીતે તૈયાર કર્યા હતા અને સીક્વેંસની શૂટિંગ દરમિયાન ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. આ સીન એટલો શક્તિશાળી હતો કે તેને એક વખતમાં જ શૂટ કરવામાં આવ્યો હતો. મેકર્શે જણાવ્યું કે આ સીન દરમિયાન રૂપા ગાંગુલી રડવા લાગ્યા હતા.