કરોડો રૂપિયાના દેવામાં ડૂબેલા છે અમિતાભ અને જયા, જાણો કેટલી સંપત્તિના છે માલિક
લખનઉઃ જયા બચ્ચને શુક્રવારે સમાજવાદી પાર્ટી વતી રાજ્યસભા ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. સમાજવાદી પાર્ટી તરફથી જયા બચ્ચન ચોથી વખત રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ દરમિયાન ચૂંટણીપંચમાં આપેલા સોગંધનામામાં તેમણે તેમની સંપત્તિનો ખુલાસો કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહોળીની ઉજવણી કરતું બચ્ચન ફેમિલી
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
2012માં બચ્ચન પરિવાર પાસે 152 કરોડ રૂપિયાની અચલ સંપત્તિ હતી, જે હવે વધીને 460 કરોડ રૂપિયા થઈ ગઈ છે..
ઉપરાંત જયા પાસે 1.30 અબજ અને અમિતાભ પાસે 3.32 કરોડ રૂપિયાની અચલ સંપત્તિનો ઉલ્લેખ છે. જેમાં લખનઉ, બારાબંકી, ભોપાલ, નોયડા, અમદાવાદ, પુણે, ગાંધીનગર, જૂહૂની જમીનનો પણ ઉલ્લેખ છે.
અમિતાભ પાસે 4.40 કરોડ અને જયા પાસે 30.27 લાખનું પેન્ટિંગ છે. અમિતાભ નવ લાખ રૂપિયાની પેન રાખે છે, જ્યારે જયા 1.49 લાખનો મોબાઇલ રાખે છે.
2012માં અમિતાભ-જયા પાસે 343 કરોડ રૂપિયાની ચલ સંપત્તિ હતી, 2018માં વધીને 540 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
જયા ઉપર 87,34,62,085 રૂપિયા અને બિગ બી ઉપર 18,28,20,951 રૂપિયાનું દેવું છે. બચ્ચન પરિવાર પાસે ત્રણ મર્સિડીઝ કાર સહિત 12 વાહન છે. જયા બચ્ચન નામે ચાર વાહનો છે. જેમાં મર્સિડીઝ, ટોયોટા ક્વાલિસ, પોર્શ કૈમન અને મહિન્દ્રા સ્કોર્પિયો સામેલ છે. અમિતાભ બચ્ચન પાસે ત્રણ વાહનો છે. જેમાં સ્કોર્પિયો, ટાટા નેનો અને એક ટ્રેક્ટર પણ સામેલ છે.
આ સાત વાહનો ઉપરાંત પરિવારમાં પાંચ મોંઘી ગાડીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં રોલ્સ રોયસ, મર્સિડીઝ બેંઝ, ટોયોટા કેમરી, રેન્જ રોવર અને મર્સિડીઝ એસ સામેલ છે. બચ્ચન દંપત્તિને પેન્ટિંગનો પણ શોખ છે.
અમિતાભ બચ્ચનના 15 બેંક ખાતામાં 47.47 કરોડ રૂપિયાથી વધારે એફડી અને રૂપિયા જમા છે. બિગ બીના રૂપિયા અને એફડી દિલ્હી-મુંબઈ ઉપરાંત બેંક ઓફ ઈન્ડિયાની પેરિસ શાખા, બેંક ઓફ ઈન્ડિયાની લંડન શાખા અને બીએનપી ફ્રાંસમાં છે. ઉમેદવારી પત્રમાં દર્શાવવામાં આવેલી વિગત મુજબ અમિતાભ પાસે 1,32,257 કરોડ રૂપિયા રોકડ અને જયા પાસે 2,33,973 કરોડ રૂપિયા કેશ છે.
જયા બચ્ચને 2012માં રાજ્યસભા સાંસદ માટે ઉમેદવારી નોંધાવતી વખતે તેમની અને અમિતાભની સંપત્તિ આશરે 5 અબજ રૂપિયા જણાવી હતી. જે આ વખતે વધીને 10 અબજ રૂપિયા થઈ ગઈ છે. આંકડા મુજબ જયા પાસે 26.10 કરોડ અને અમિતાભ પાસે 36.31 કરોડ રૂપિયાની જ્વેલરી છે.
જે મુજબ જયા અને અમિતાબ બચ્ચન પાસે 10.01 કરોડ રૂપિયાની ચલ-અચલ સંપત્તિ છે. રિપોર્ટ મુજબ તેમના પર બેંક અને વિવિધ નાણાંકીય સંસ્થાઓમાં 87 કરોડ રૂપિયાથી વધારેનું ઋણ છે.
સોગંધનામા મુજબ મહાનાયક અમિતાભ પાસે ત્રણ અબજ 20 કરોડની અચલ સંપત્તિ છે, જ્યારે જયા પાસે એક અબજ 27 કરોડની સંપત્તિ છે. ઉપરાંત વિદેશી બેંકોમાં જમા ધનનું પણ વિવરણ આપવામાં આવ્યું છે. લંડન, ફ્રાંસ, દુબઇ અને પેરિસ સહિત દેશ-વિદેશની વિવિધ 19 બેંકોમાં તેમના એકાઉન્ટ છે. જેમાં ચાર બેંક ખાતા જયા બચ્ચનના છે. તેમાં 6.84 કરોડ રૂપિયા જમા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -