કપિલ શર્મા પણ આવતા મહિને કરશે લગ્ન, જાણો ક્યારે થશે લગ્ન ને ક્યારે છે રીસેપ્શન કોણ છે તેની પત્નિ ?
ગિન્ની કોલેજકાળથી જ કપિલને જાણે છે. ગિન્ની અને કપિલ કોમેડિ શો ‘હસ બલિયે’માં પણ કામ કરી ચુક્યા છે. એક ઈન્ટરવ્યુમાં કપિલ શર્માએ ગિન્ની સાથેની રિલેશનશિપ અંગે કહ્યું હતું કે, ‘હું ગિન્નીને મારા કોલેજના દિવસોથી જ ઓળખું છું. પરંતુ ઈમાનદારીથી કહું તો થોડા મહિનાથી તેને સારી રીતે જાણી શક્યો છે. તે હંમેશા મારો ખ્યાલ રાખે છે. અમારી રિલેશનશિપમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા પરંતુ હવે મેં તેની સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું છે. મને ગિન્નીથી સારી છોકરી ન મળી શકે.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ જાણીતો કોમેડિયન કિંગ કપિલ શર્મા ગર્લફ્રેન્ડ ગિન્ની સાથે ડિસેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. તેણે થોડા સમયે લગ્નની તારીખ જાહેર કરતાં જણાવ્યું કે, લગ્ન 12 ડિસેમ્બરના રોજ જાલંધરમાં યોજાશે અને 14 ડિસેમ્બરે અમૃતસરમાં અને 24 ડિસેમ્બરે મુંબઈમાં રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
ગિન્ની સાથે તસવીર શેર કરીને કપિલે લખ્યું હતું કે, ‘હું એમ નહીં કહું કે આ મારી બેટર હાફ છે. સત્ય એ છે કે તે મને પૂર્ણ બનાવે છે. ગિન્ની હું તને ખૂબ પ્રેમ કરું છું.’
ગિન્ની ચતરથ જાલંધરના ગુરુ નાનક નગરની રહેવાસી છે. કપિલે 2007માં એપીજ કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાંથી ડિપ્લોમા તથા ગિન્નીએ એમએમવીથી બીકોમ તથા પીજીડીસીએ કર્યું છે. યુથ ફેસ્ટિવલ દરમિયાન કપિલ શર્મા એચએમવીમાં થિયેટર ડાયરેક્ટર તરીકે ઈવેન્ટ્સની તૈયારી કરાવવા જતો હતો. આ દરમિયાન બંનેની પ્રથમ મુલાકાત થઈ હતી. ગિન્ની વન એક્ટ પ્લે, થિયેટર અને હિસ્ટ્રોનિક્સમાં ભાગ લેતી હતી અને અનેક વખત વિજેતા પણ બની હતી.
કપિલ શર્માના લગ્નમાં નજીકના સભ્યો અને મિત્રો જ સામેલ થશે. 10 ડિસેમ્બરથી જ લગ્નની વિધિ શરૂ થઈ જશે. 10 તારીખની રાત્રે કપિલના ઘરે માતારાનીનું જાગરણ થશે. 11 ડિસેમ્બરે ગિન્નીના ઘરે સંગીત અને મહેંદી સેરેમની યોજાશે.
કપિલે કહ્યું હતું કે, અમે સાદગીથી આ સમારંભ કરવા ઈચ્છતા હતા. પરંતુ ગિન્ની તેના માતા પિતાની એકમાત્ર દીકરી હોવાથી તેઓ ધૂમધામથી લગ્ન કરવા માંગે છે. મારી માતા પણ આમ ઈચ્છતી હતી તેમ પણ જણાવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -