આ છે મિસ પાકિસ્તાન વર્લ્ડ, તસવીરો ઇન્ટરનેટ પર થઈ રહી છે વાયરલ
એન્જેલિકાનો અર્થ એન્જલ થાય છે. તેની માતાએ એક ફિલ્મ ‘Merveilleuse Angelique’થી પ્રેરાઇને તેનું નામ પાડ્યું હતું.
એન્જેલિકાનું બાળપણ રશિયામાં વીત્યું છે. પોતાની જીત માટે એન્જેલિકા ખુદનો આત્મવિશ્વાસ માને છે.
એન્જેલિકાએ પાકિસ્તાનનું મિસ અર્થ 2016માં પણ પ્રતિનિધિત્વ કર્યું હતું. જ્યાં તેણે ટેલેન્ટ રાઉન્ડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
એન્જેલિકા 175 સેન્ટિમીટર લાંબી છે. તેનો જન્મ યુક્રેનમાં થયો હતો. તેની માતા યુક્રેનની અને પિતા પાકિસ્તાનના છે.
એન્જેલિકા 2017માં મિસ સુપર ટેલેન્ટેડમાં સેકન્ડ રનરઅપ રહી ચુકી છે. આ ઉપરાંત 2016માં પણ તે વર્લ્ડ મિસ યુનિવર્સિટીમાં સેકન્ડ રનરઅપ રહી હતી.
બિકિની મોડલ એન્જેલિકાએ ગ્રેજ્યુએશન બાદ ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કર્યો છે. તેણી લોલીવુડ ફિલ્મ ના બેન્ડ ના બારાતીમાં પણ કામ કરી ચુકી છે.
મિસ પાકિસ્તાનનું ટાઇટલ મળ્યું હોય તેવી એન્જેલિકા પ્રથમ પાકિસ્તાની-યુક્રેન મોડલ છે. આ ઉપરાંત તેનો મિસ પરફેક્ટ અને મિસ પોપ્યુલરેટિનો એવોર્ડ પણ મળી ચુક્યો છે.
એન્જેલિકાની બિકીની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી શેર થાય છે. તેના હોટો ફોટોઝના કારણે તે ચર્ચામાં રહે છે.
યુક્રેનની મોડલ અને એક્ટ્રેસ એન્જેલિકા તાહિરા મિસ પાકિસ્તાન વર્લ્ડ 2015નો ખિતાબ જીતી ચુકી છે. તેના ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.