શોપિંગ માટે નીકળી જાહન્વી અને અચાનક જ મુંબઈના રસ્તા પર એક યુવકે શું કરી ડિમાન્ડ, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈના રસ્તાઓ પર શ્રીદેવીની પુત્રી જાહન્વી શોર્ટ્સમાં જોવા મળી હતી. સાથે તેણે વ્હાઈટ ટી-શર્ટ પહેરી હતી. તેની સાથે ગાર્ડ તથા ફ્રેન્ડ્સ પણ હતાં. ‘ધડક’માં જાહન્વી શાહિદ કપૂરના ભાઈ ઈશાન ખટ્ટર સાથે કામ કરી રહી છે. આ ફિલ્મ જુલાઈ મહિનામાં રીલિઝ થવાની છે.
હાલમાં જ સોનમની કઝિન બહેન જાહન્વી કપૂર લગ્નના શોપિંગ માટે જોવા મળી હતી. શ્રીદેવીના અવસાન બાદ જાહન્વી તથા ખુશી કપૂર એકલા પડી ગયા છે. હવે તેઓ માતાના નિધનના દુઃખમાંથી ધીમે ધીમે બહાર આવી ગયા છે.
મુંબઈઃ શ્રીદેવીની પુત્રી જાહન્વી કપૂર ‘ધડક’ શૂટિંગ પૂર્ણ કર્યા બાદ હાલ શોપિંગમાં વ્યસ્ત લાગી રહી છે. હાલમાં જ મુંબઈના રસ્તા પર જાહન્વી ફ્રેન્ડ્સ સાથે જોવા મળી હતી. જોકે, આ સમયે અચાનક તેની સામે એક યુવક આવી પહોંચ્યો હતો અને તેણે જાહન્વી સાથે સેલ્ફીની ડિમાન્ડ કરી હતી. જાહન્વીએ પણ પોતાના આ ચાહકની ડિમાન્ડ સ્માઈલ સાથે પૂરી કરી હતી.
મોમ વગર પહેલી જ વાર જાહન્વી શોપિંગ માટે મુંબઈમાં રસ્તાઓ પર જોવા મળી હતી. માનવામાં આવે છે કે જાહન્વીએ બહેન સોનમ કપૂરનાં લગ્નની તૈયારીઓ શરૂ કરી છે. શોપિંગ કરીને બહાર આવતી જાહન્વી સાથે કેટલાંક ચાહકોએ સેલ્ફી પણ લીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -