આ છે ફિલ્મ ‘કાલા’ના સ્ટાર્સની ફી, રજનીકાંતની ફીનો આંકડો જાણીને ચોંકી જશો
ફિલ્મમાં લીડ રોલ કરતાં રજનીકાંતની તો રજનીકાંતે આ ફિલ્મ માટે 40 કરોડ રુપિયા જેટલી ફી વસૂલ કરી છે.
તામિલ અને તેલુગુ ફિલ્મસની ફેમસ એક્ટ્રેસ ઈશ્વરી રાવ ફિલ્મ ‘કાલા’માં એક ‘સિલ્વી’ નામની મહિલાનો રોલ કરી રહી છે. તેને 3 કરોડ રુપિયા આપવામાં આવ્યાં છે.
સાઉથ એક્ટ્રેસ અંજલિ પાટિલને પહેલીવાર રજનીકાંત જેવા સુપરસ્ટાર સાથે કામ કરવાની તક મળી છે. જે માટે તેને એક કરોડ રૂપિયા મળ્યાં છે.
બોલિવૂડ એક્ટ્રેસ હુમા કુરૈશી પણ આ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્માં તેને 3.50 કરોડ રુપિયા મળ્યાં છે.
ફિલ્મ ‘કાલા’માં બોલિવૂડ એક્ટર નાના પાટેકર પણ જોવા મળશે. આ ફિલ્મમાં નાનાનો રોલ એક નેતાનો છે. જે માટે તેણે પાંચ કરોડ રુપિયા વસૂલ કર્યા છે.
નવી દિલ્હીઃ સાઉથના સુપરસ્ટાર રજનીકાંત ફિલ્મ કબાલી બાદ કાલા લઈને આવ્યા છે. ફિલ્મ 7 જૂનના રોજ આ ફિલ્મ રિલીઝ થઈ છે. ફિલ્મ એક એવા વ્યક્તિ પર આધારિત છે જે એક નાનકડા ગામથી મુંબઈ પહોંચે છે અને પછી ત્યાં ડોન બની જાય છે. આવો જાણીએ કે આ ફિલ્મ માટે સ્ટાર્સને કેટલી ફી આપવામાં આવી છે.