ક્રિકેટ જગતમાં બન્યો નવો વર્લ્ડ રેકોર્ડ, આ ટીમે વનડેમાં બનાવ્યા 490 રન
મેન્સ ક્રિકેટમાં આ રેકોર્ડ ઇંગ્લેન્ડના નામેઃ ઇંગ્લેન્ડ (444/3) Vs પાકિસ્તાન, શ્રીલંકા (443/9) Vs નેધરલેન્ડ, સાઉથ આફ્રિકા (439/2) Vs વેસ્ટ ઇન્ડીઝ, સાઉથ આફ્રિકા (438/9) Vs ઑસ્ટ્રેલિયા, ઑસ્ટ્રેલિયા (434/4) Vs સાઉથ આફ્રિકા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવીમેન્સ ક્રિકેટ ટીમોએ બનાવેલા હાઈ સ્કોરઃ ન્યૂ ઝીલેન્ડ (490/4) Vs પાકિસ્તાન, ન્યૂ ઝીલેન્ડ (455/5) Vs પાકિસ્તાન, ઑસ્ટ્રેલિયા (412/3) Vs ડેનમાર્ક, ઑસ્ટ્રેલિયા (397/4) Vs પાકિસ્તાન, ઇંગ્લેન્ડ (378/5) Vs પાકિસ્તાન
આયર્લેન્ડની કારા મરેએ 10 ઓવરમાં 121 રન આપી બે વિકેટ ઝડપી હતી. જ્યારે લોઉસી લિટલ અને લારા મારિત્ઝે 92-92 રન આપ્યા હતા. આ પહેલા સૌથી વધુ રનનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના નામે હતો જેમાં મહિલા ટીમે 1997માં 29મી જાન્યુઆરીએ ક્રાઇસ્ટ ચર્ચ મેદાન પર પાંચ વિકેટે 455 રન નોંધાવ્યા હતા.
મેચમાં કિવી ટીમની કેપ્ટન સુજી બેટ્સે 94 બોલમાં સૌથી વધુ 151 રન ફટકાર્યા હતા જેમાં તેણે 24 ચોગ્ગા અને બે સિક્સ ફટકારી હતી. આ સિવાય મેડી ગ્રીને 77 બોલમાં 121 રનની ઇનિંગમાં 15 ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. આ બંને ઉપરાંત જદેસ વાકિસન 62 અને અમેલિયા કેર 81 રનની ઇનિંગ રમ્યાં હતાં. બંને ખેલાડીઓ અણનમ રહી હતી.
નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડની મહિલા ટીમે ડબ્લિનમાં રમવામાં આવેલ વનડે આંતરરાષ્ટ્રિય મેચમાં આયરલેન્ડ વિરૂદ્ધ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતાં 4 વિકેટ ગુમાવીને 490 રનનો વિશાળ સ્કોર કર્યો હતો, જે આંતરરાષ્ટ્રીય વનડે મેચમાં અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. આ પહેલા પણ આ રેકોર્ડ ન્યૂઝીલેન્ડના નામે જ હતો જ્યારે 1997માં તેણે ક્રાઈસ્ટચર્ચમાં પાકિસ્તાન વિરૂદ્ધ 5 વિગેટ ગુમાવીને 455 રન બનાવ્યા હતા. મહિલા વનડે આંતરરાષ્ટ્રીય મેચમાં અત્યાર સુધી માત્ર ત્રણ વખત જ 400નો આંકડો પાર થયો છે. ન્યૂઝીલેન્ડ ઉપરાંત ઓસ્ટ્રેલિયાએ એક વખત આ રેકોર્ડ બનાવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -