✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કોણ છે નેહા ધુપિયાનો પતિ, અમિતાભ બચ્ચન સાથે કરી ચૂક્યો છે કામ, જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 May 2018 03:17 PM (IST)
1

અંગદે યુટીવી બિન્દાસના પૉપ્યૂલર ટીવી શૉ 'ઇમૉશનલ અત્યાચાર'ની પહેલી સિઝનને હૉસ્ટ કરી છે. તે સેલિબ્રિટી રિયાલિટી શૉ 'ફિયર ફેક્ટર: ખતરો કે ખેલાડી'ની ત્રીજી સિઝનમાં પણ કામ કરી ચૂક્યો છે.

2

નોંધનીય છે કે, અંગદ બેદીના પિતા બિશનસિંહ બેદી ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રહી ચૂક્યા છે, તેમની ગણતરી ભારતના મહાન સ્પિનર બૉલર્સમાં કરાય છે. બિશનસિંહ બેદી 1976માં ભારતીય ટીમના કેપ્ટન બન્યા, તેમને 22 ટેસ્ટમાં ભારતની કેપ્ટન્સી કરી જેમાં વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ પોર્ટ ઓફ સ્પેનની મેચ યાદગાર રહી હતી.

3

4

અંગદ બેદી, પૂર્વ ક્રિકેટર બિશન સિંહ બેદીનો પુત્ર છે. અંગદની માતાનું નામ અંજુ ઇન્દ્રજીત બેદી છે. દિલ્હીમાં જન્મેલા અંગદ બેદીએ વર્ષ 2011માં પોતાની ફિલ્મી કેરિયરની શરૂઆત કરી. તેને 'F.A.L.T.U.' થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. નાના પડદા પર અંગદ મલયાલમ શોર્ટ સ્ટૉરીથી ઇન્સ્પાયર્ડ સીરીઝ 'કાયા તરણ' જોવા મળ્યો હતો.

5

લગ્ન બાદ નેહા ધૂપિયાએ પોતાના લગ્ન વિશે ટ્વીટર પર લખ્યું કે, મારી જિંદગીનો સૌથી સારો નિર્ણય, આજે મે મારા સૌથી સારા મિત્ર સાથે લગ્ન કરી લીધા છે.'' જોકે, બન્નેના રિલેશનશિપની ક્યારેય ચર્ચા બહાર આવી નથી. લગ્નમાં પૂર્વ ક્રિકેટર અજય જાડેજા, આશિષ નેહરા અને ગૌરવ કપૂર હાજર રહ્યાં હતા.

6

અંગદ 2014 માં આવેલી ફિલ્મ 'ઉંગલી'થી લાઇમલાઇટમાં આવ્યો, તેને વર્ષ 2016માં આવેલી ફિલ્મ પિંકમાં મુખ્ય ભૂમિકા નિભાવી, તેને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે કામ કરવાની તક પણ મળી. ઉપરાંત તે બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ટાઇગર જિંદા હૈ માં જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અંગદે આઇપીએલની એક સિઝનને પણ હૉસ્ટ કરી છે.

7

મુંબઇઃ ખાસ કરીને જોવા મળે છે કે બૉલીવુડ કલાકારોના લગ્નથી જોડાયેલા દરેક સમાચારો મીડિયામાં વહેતા થઇ જાય છે, પણ બન્યુ કંઇક એવું કે બૉલીવુડ અનિલ કપૂરની પુત્રી સોનમના લગ્નમાં વ્યસ્ત હતું ત્યારે અન્ય એક એક્ટ્રેસ પણ ચોરીછુપીથી લગ્નનાં બંધનમાં બંધાઇ ગઇ. આ એક્ટ્રેસ બીજુ કોઇ નહીં નેહા ધૂપિયા છે. નેહા ધૂપિયાએ અંગદ બેદી સાથે લગ્ન કરી લીધા. નેહા ધૂપિયાને તો દરેક વ્યક્તિ જાણે છે પણ અમે તેના પતિ અંગદ બેદી વિશે માહિતી આપી રહ્યાં છીએ. જાણો કોણ છે અંગદ બેદી.

  • હોમ
  • મનોરંજન
  • કોણ છે નેહા ધુપિયાનો પતિ, અમિતાભ બચ્ચન સાથે કરી ચૂક્યો છે કામ, જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.