કરીના કપૂર છે શ્રીદેવીની સૌથી મોટી ફેન, તૈમુરના નામને લઈ કર્યો મોટો ખુલાસો
કરીનાની સાથે આ કાર્યક્રમમાં તેની મોટી બહેન કરીશ્મા પણ સામેલ થઈ હતી.
એક સવાલના જવાબમાં કરીનાએ કહ્યું કે, જ્યારે તૈમૂરનો જન્મ થયો ત્યારે સોશિયલ મીડિયા પર તેના નામને લઈ ઘણો વિવાદ થયો હતો. તૈમૂરના જન્મ વખતે હું હોસ્પિટલમાં હતી. જે બાદ સૈફે મને કહ્યું કે તૈમૂરના નામને લઈ ઘણો વિવાદ થઈ રહ્યો છે, આપણને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. સૈફ નામ બદલીને ફૈઝ કરવા ઈચ્છતો હતો. તેણે મને કહ્યું કે ફૈઝ નામ વધારે રોમેન્ટિક અને પોએટિક છે. પરંતુ મેં ના પાડી દીધી. મારો દીકરો ફાઇટર બને તેમ મેં નક્કી કરી લીધું હતું. તૈમૂરનો અર્થ આયર્ન છે. મને તેના નામ પર ગર્વ છે.
કરીનાએ કહ્યું કે, તેને આલિયા ભટ્ટનું કામ સૌથી વધારે સારું લાગે છે અને ઉડતાં પંજાબમાં તેની એક્ટિંગ વધારે પસંદ પડી હતી. આ વાત તેણે મુંબઈમાં એક કાર્યક્રમમાં કહી હતી.
કરીનાએ તેની દીવાનગી અંગે જણાવ્યું કે, તે સૌથી વધારે માધુરી અને શ્રીદેવીના ગીતોની દીવાની હતી અને હંમેશા તેની જેમ જ પરફોર્મ કરવાની ઇચ્છા રાખતી હતી.
કરીનાએ કહ્યું કે, તે શ્રીદેવીની સૌથી મોટી ફેન છે અને તેની ફિલ્મ ખુદા ગવાહ એક વખત નહીં પણ 8 વખત થિયેટરમાં જઈને જોઇ હતી. ઉલ્લેખનીય છે કે ગત મહિને શ્રીદેવીનું દુબઇમાં નિધન થયું હતું. જેના 63 કલાક બાદ તેનો પાર્થિવ દેહ મુંબઈ પહોંચ્યો હતો.
મુંબઈઃ બોલીવુડમાં ઝીરો ફિગર માટે જાણીતી કરીના કપૂરની એક્ટિંગના ઘણા દિવાના છે. કરીના અનેક લોકોની પ્રથમ પસંદ છે પરંતુ શું તમને ખબર છે કે કરીનાની પસંદ કોણ છે ? કરીનાએ તેની પસંદ અંગે તાજેતરમા જ ખુલાસો કર્યો છે.