'સંજુ' જોઇને રણબીરને ગળે વળગીને રડવા લાગ્યો સંજય દત્ત, બાદમાં આપ્યું આવું રિએક્શન
આમ તો, સંજય દત્ત જ માત્ર એકલો નથી જે આ ફિલ્મ જોઇને રડી પડ્યો હતો. 'સંજુ'માં ઘણીબધી મુમેન્ટ એવી છે જે દર્શકોની આંખો ભીની કરી દે છે. ફિલ્મને બી-ટાઉન સેલેબ્સનો પણ ભરપુર પ્રેમ મળી રહ્યો છે.
તેમને કહ્યું કે, ''સંજય દત્તને આ ફિલ્મ બહુજ ગમી, અમે જ્યારે સંજયને આ ફિલ્મ બતાવી તો તેને ચહેરા પરના એક્સપ્રેશન જોવાલાયક હતાં. ફિલ્મ પુરી થયા બાદ સતત રડી રહ્યો હતો. જ્યારે સંજયે રણબીરને જોયો તો તેને તરતજ ગળે લગાવી લીધો. તો થોડીવાર સુધી રણબીરને છાતી સરખો ચાંપીને રડતો રહ્યો હતો. ''
આમિર ખાને ફિલ્મ જોયા બાદ ટ્વીટર પર લખ્યું, આભાર રાજુ અને એન્ટરટેન અને સશક્ત કરનારી ફિલ્મ આપવા માટે. ઘણો બધો પ્રેમ. ઉલ્લેખનીય છે કે, 'સંજુ' જોયા પછી રણબીર કપૂરની કલાકારી અને રાજકુમાર હિરાનીના નિર્દેશનની જબરદસ્ત પ્રસંશા થઇ રહી છે.
મુંબઇઃ 29 જૂને રિલીઝ થયેલી ફિલ્મ 'સંજુ' બૉક્સ ઓફિસ પર સફળતાના નવા રેકોર્ડ કાયમ કરી રહી છે, ક્રિટિક્સ, ફેન્સ અને બૉલીવુડ સેલેબ્સ ફિલ્મની જબરદસ્ત પ્રસંશા કરી રહ્યાં છે. આ બધાની વચ્ચે જે વ્યક્તિ પર આ ફિલ્મ બની છે તેનું રિએક્શન શું છે તે બધા જાણવા માગે છે. એક ઇન્ટરવ્યૂમાં રાજકુમાર હિરાનીએ જણાવ્યું કે સંજય દત્તને ફિલ્મ કેવી લાગી અને તેમનુ રિએક્શન શું હતું.