શાહરૂખ પહેલા આમિર ખાનને ઓફર થઈ હતી ‘ડર’, રહી ચૂક્યો છે ટેનિસ ચેમ્પિયન
આમિર ખાનને સ્ટાર અને હીરો તરીકે બોલીવુડમાં ઓળખ અપાવનારી ફિલ્મ કયામત સે કયામત હતી. 1988માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં તે જૂહી ચાવલા સાથે નજરે પડ્યો હતો. આમિર ખાન અત્યાર સુધીમાં દિલ, રાજા હિન્દુસ્તાની, પીકે, ધૂમ 3, ગજની, લગાન, ઇશ્ક, મન, સરફરોશ, 3 ઇડિયટ સહિત અનેક સુપરહીટ ફિલ્મો આપી ચૂક્યો છે. આ ઉપરાંત સત્યમેવ જયતે નામનો ટેલીવિઝન શો પણ હોસ્ટ કરી ચૂક્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટાઇમ મેગેઝિને તેને ભારતીય શોન પેન ગણાવ્યો હતો. આમિર ખાનના ફેવરિટ કલાકાર દિલીપ કુમાર અને હોલીવુડના ઓસ્કાર વિજેતા ડેનિયલ ડે-લુઇસ છે.
બોલીવુડમાં 100, 200 અને 300 કરોડ રૂપિયાના સંસ્થાપર આમિર ખાનને માનવામાં આવે છે. જેની શરૂઆત ગજનીથી થઈ હતી.
યુવાનીમાં આમિર ખાન સ્પોર્ટ્સમાં ખૂબ સક્રિય હતો અને તે મહારાષ્ટ્રથી સ્ટેટ ટેનિસ ચેમ્પિયન પણ રહ્યો હતો. તેને ટેનિસ ખૂબ પસંદ છે અને રોજર ફેડરર તેનો ફેવરિટ ખેલાડી છે.
શાહરૂખ ખાને યશ ચોપડાની 1993માં રિલીઝ થયેલી ફિલ્મ ડરમાં રોહન મેહરાનો નેગેટિવ રોલ કર્યો હતો. પહેલાં આ રોલ આમિર ખાનને ઓફર થયો હતો પરંતુ કોઈ કારણસર તેણે રોલ સ્વીકાર્યો નહોતો.
તેના પિતા તાહિર હુસૈન ફિલ્મ પ્રોડ્યુસસર હતા. આ કારણે તેના ઘરમાં બાળપણથી જ ફિલ્મી માહોલ હતો. તેણે ધર્મેન્દ્રની સુપરહિટ ફિલ્મ યાદો કી બારાતમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે નાનો રોલ પણ કર્યો હતો.
મુંબઈઃ આમિર ખાનને બોલીવુડનો મિસ્ટર પરફેક્શનિસ્ટ પણ કહેવામાં આવે છે. તે પસંદગીનું જ કામ કરે છે. ઉપરાંત વર્ષમાં એક જ ફિલ્મ કરવામાં વિશ્વાસ ધરાવે છે. પરંતુ જ્યારે તેની ફિલ્મ રિલીઝ થાય છે ત્યારે બોક્સ ઓફિસની શાન બની છે. આમિર ખાનનો જન્મ 14 માર્ચ, 1965ના રોજ થયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -