કૉંગ્રેસના રાજ્યસભા ઉમેદવાર નારણ રાઠવા વિરુદ્ધ EC પહોચ્યું ભાજપ
ભાજપે ફરિયાદ કરી છે આ મામલે તપાસ થવી જોઈએ આ સર્ટિફેકેટ નારાયણ રાઠવા પાસે પહેલા કઈ રીતે આવ્યું? સુત્રો અનુસાર લોકસભા સ્પીકરે આ મામલે તપાસના આદેશ આપી દીધા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ગુજરાત કોંગ્રેસના રાજ્યસભા ઉમેદવાર નારણ રાઠવા સામે બીજેપીએ ચૂંટણી પંચનો દરવાજો ખખડાવ્યો છે. બીજેપી નેતા પીયૂષ ગોયલ, ભૂપેન્દ્ર યાદવ અને મુખ્તાર અબ્બાસ નક્લી ચૂંટણી પંચની ઓફિસે પહોંચ્યા છે.
આ પહેલાં ભાજપે કોંગ્રેસના રાજ્યસભા ઉમેદવાર વિરુદ્ધ લોકસભા સ્પીકાર સુમિત્રા મહાજનને પત્ર લખી આરોપ લગાવ્યો હતો કે, રાઠવાએ સંસદમાંથી જે નો ડયૂઝ સર્ટિફિકેટ લીધાં છે, તેમાં ગરબડ છે.
બીજી બાજુ કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, અહેમદ પટેલની ચૂંટણીમાં પણ ભાજપે આમ કર્યું હતું પરંતુ તેઓ સફળ રહ્યા નહોતા. ગુજરાતમાં અમારી પાસે બહુમત બે સાંસદોની જીતનું છું. નારણ રાઠવાનું ઉમેદવારી પત્ર એકદમ યોગ્ય છે.
બીજેપી સાંસદ સંજય જાયસ્વાલે લોકસભા સચિવાલયમાં જાણકરી માંગી હતી કે નારણ રાઠવનાને નો ડ્યૂ સર્ટિફિકેટ 12 માર્ટ 2018ના રોજ ક્યારે આપવામાં આવ્યું? લોકસભા સચિવાલયે આ જાણકારી અંગે જણાવ્યું કે, 12 માર્ચ 2018ની રોજ 3 વાગે 35 મિનિટે નારણ રાઠવાના સ્ટાફને નો ડ્યૂ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. જે બાદ ભાજપે ફરિયાદ કરી કે સર્ટિફિકેટ નારણ રાઠવા પાસે પહેલાથી કેવી રીતે આવ્યું તેની તપાસ થવી જોઈએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -