Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
બર્થડેઃ રજનીકાંત ક્યારેક હતા બસ કન્ડકર, આજે થાય છે પૂજા
રજનીકાંતે તમિલ ફિલ્મો ઉપરાંત હિન્દી, કન્નડ, મલયાલમ, બંગાળી અને અંગ્રેજી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 2000માં તેમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવી ચૂક્યાછે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરજનીકાંતની સ્ટાઇલના લોકો દિવાના છે. તેમની સેન્સ ઓફ હ્યુમરના અનેક લોકો ફેન છે. જ્યારે તેમની ફિલ્મ રિલીઝ થાય ત્યારે સાઉથના સિનેમાઘરો બહાર ટિકિટની લાંબી લાઇનો લાગે છે. રજનીકાંતના હોર્ડિંગ્સ પર દુગ્ધાભિષેક થાય છે.
રજનીકાંતની ફિલ્મ શિવાજી, રોબોટ અને કબાલીએ અનેક રેકોર્ડ બનાવ્યા. હવે રજનીકાંત ડાયરેક્ટર શંકરની ફિલ્મ 2.0માં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે રજનીકાંત વર્ષમાં 1 થી 2 ફિલ્મો જ કરે છે પરંતુ દર્શકોના દિલ પર રાજ કરે છે.
ગ્લેમર વર્લ્ડની ઝાકઝમાળથી કંટાળી રજનીકાંતે ફિલ્મી લાઇન છોડવાનું મન બનાવી લીધું હતું. આ સમયે કે. બાલચંદર, કમલ હાસન જેવા નજીકના મિત્રોએ મુશ્કેલીથી તેમને મનાવ્યા હતા.
શરૂઆતની ફિલ્મોમાં વિલનની ભૂમિકા કર્યા બાદ તેમને પોઝિટિવ રોલની ઓફર થવા લાગી. પ્રેક્ષકોને તેમનું આ કામ ઘણું પસંદ આવ્યું. સાઉથ બાદ 1980ના દાયકમાં રજનીકાંતે ફિલ્મ ‘અંધા કાનૂન’ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી. જે બાદ તેમણે ‘ચાલબાઝ’, ‘હમ’ અને ‘ખૂન કા કર્જ’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું.
કન્ડકટર તરીકેની નોકરી દરમિયાન તેમનો ફિલ્મો પ્રત્યેનો શોખ વધુ પ્રબળ બનતો ગયો. આ કારણે તેમણે 1973માં મદ્રાસ ફિલ્મ ઈન્સ્ટિટ્યટમાંથી એક્ટિંગમાં ડિપ્લોમા કર્યું. જે બાદ રજનીકાંતની મુલાકાત એક નાટક દરમિયાન ફિલ્મ ડાયરેક્ટર કે.બાલાચંદર સાથે થઇ. બાલાચંદરે તેમને તમિલ ફિલ્મમાં કામ કરવાની ઓફર કરીઅને આ રીતે તેમની કરિયરની શરૂઆત 1975માં આવેલા તમિલ ફિલ્મ ‘અપૂર્વા રાગંગાલ’થી થઈ. આ સમયે રજનીકાંતની ઉંમર 25 વર્ષ હતી અને ફિલ્મની લીડ રોલમાં કમલ હાસન હતો. આ ફિલ્મમાં રજનીકાંતના કામની ઘણી પ્રશંસા થઇ અને ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનવામાં આવી.
રજનીકાંતનો જન્મ 12 ડિસેમ્બર, 1950ના રોજ બેંગલુરુમાં થયો હતો. તેમના માતા-પિતાએ તેમનું નામ શિવાજીરાવ ગાયકવાડ રાખ્યું હતું પરંતુ ફિલ્મોમાં તે રજનીકાંતના નામે હીટ થયા. માતાના મોત બાદ ચાર ભાઈ-બહેનોમાં સૌથી નાના રજનીકાંત ઘરની સ્થિતિ બરાબર ન હોવાના કારણે પરિવારને ટેકો કરવા માટે કુલી બની ગયા. એટલું જ તેમણે બસ કન્ડકટર તરીકે પણ કામ કર્યું.
સાઉથના સુપરસ્ટાર રજનીકાંતનો આજે (12 ડિસેમ્બર) બર્થ ડે છે. તેમનો જન્મદિવસ ફેન્સ માટે કોઈ ફેસ્ટિવલથી ઓછો નથી હોતો. તેઓ સ્ક્રીન પર દેખાય છે તેનાથી બિલકુલ અલગ નજરે પડે છે. સાઉથમાં તેમના ફેન્સ તો પૂજા પણ કરે છે. 2000માં તેમને પદ્મભૂષણથી સન્માનવામાં આવી ચૂક્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -