સલમાનના ભાઈથી લઈ માલ્યાના દીકરાને ડેટ કરી ચુકી છે આ હોટ એક્ટ્રેસ, રેસ્ટોરાંમાં ખુલી હતી કિસ્મત
સોનલ ચૌહાનના એક ફેને તેને 28માં જન્મદિવસ પર 8000 લાલ ગુલાબ મોકલ્યા હતા. ફેને ગુલાબ મોકલતી વખતે તેનું નામ પણ લખ્યું નહોતું.
સોનલ અનેક જાણીતી મેગેઝિન માટે ફોટોશૂટ કરાવી ચુકી છે.
સોનલ ચૌહાનનું અફેર નીત નીતિન મુકેશ, વિજય માલ્યાના દીકરા સિદ્ધાર્થ માલ્યા સાથે પણ હતું. સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન સાથે પણ સોનલનું નામ જોડાઈ ચુક્યું છે.
મિસ વર્લ્ડ ટૂરિઝમ 2005ના એવોર્ડથી સન્માનવામાં આવેલી સોનમ પ્રથમ ભારતીય હતી. સોનમ પ્રથમ વખત હિમેશ રેશમિયાના આલબમ ‘આપ કા સુરુર’માં જોવા મળી હતી. 2008માં સોનલને જન્નત ફિલ્મ માટે ફિલ્મફેર એવોર્ડથી નવાજવામાં આવી હતી.
ભાગ્યશ્રીના દીકરા અભિમન્યુ દાસાની અને સોનલ ચૌહાનના અફેરના અહેવાલ ગત વર્ષે ખૂબ ચગ્યા હતા. સોનલ અને અભિમન્યુ ઘણી વખત સાથે પાર્ટી કરતાં જોવા મળ્યા હતા.
મુંબઈઃ ઈમરાન હાશમીની ફિલ્મ જન્નતની બોલ્ડ એકટ્રેસ સોનલ ચૌહાન હાલના દિવસોમાં ભલે લાઇમલાઇટથી દૂર હોય પરંતુ સોશિયલ મીડિયા પર તેનો ક્રેઝ આજે પણ યથાવત છે. સોનલ ચૌહાનનો આજે જન્મદિવસ છે અને તે 31 વર્ષની થઈ ગઈ છે. તેના બર્થડે પર કેટલીક રસપ્રદ વાતો જાણીએ.