રોકડમાં વ્યવહાર કરતાં પહેલા ચેતી જજો, સરકારે લાગુ કર્યા નવા પ્રતિબંધો, જાણો
આવકવેરા વિભાગે જનતાને આવી રીતે ગેરકાનૂની લેવડ-દેવડ કરનારા લોકોની ફરિયાદ કરવા માટે પણ આગ્રહ કર્યો છે. વિભાગે જનતાને અપીલ કરી છે કે કાળું નાણું અથવા બેનામી સંપત્તિના મામલાની જાણકારી આવકવેરા વિભાગના ઈ-મેઈલ પર આપો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત આવકવેરા વિભાગ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો છે કે તમારા વેપાર અથવા વ્યવસાયના ખર્ચના રૂપમાં 10 હજારથી વધારે રૂપિયાનું રોકડ ચુવકણી ના કરો. નહીં તો તમને દંડ થઈ શકે છે.
આવકવેરા વિભાગ દ્વારા મંગળવારે બધા જ મુખ્ય અખબારોમાં આપેલી નવી જાહેરાત મુજબ હવે રોકડ ટ્રાન્ઝેક્શન પર કેટલાક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આવકવેરા વિભાગ મુજબ બે લાખ રૂપિયા અથવા તેનાથી વધારેની રોકડ કોઈ વ્યક્તિ પાસેથી એક જ દિવસમાં સ્વીકાર ના કરશો. સાથે જ આટલી રકમનો એક જ સમયે અથવા એકથી વધારે વખત ટ્રાન્ઝેક્શન ના કરો. નવા નિયંત્રણોમાં, આવકવેરા વિભાગે સ્થાવર મિલકતોના ટ્રાન્સફર માટે 20 હજાર રૂપિયા કે તેથી વધુ રકમનો સ્વીકાર અથવા તો ચુકવણી ના કરવા માટે કહ્યું છે.
નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે કાળાનાણાંના મામલે લોકોને સાવચેત કરતાં રોકડ લેવડ દેવડને લઈને કેટલાક નવા પ્રતિબંધો જાહેર કર્યા છે. ગો કેશલેસ ગો ક્લીનના સંદેશ સાથે આવકવેરા વિભાગે ચેતવણી આપી છે કે તે ગેરકાયદેસર રીતે રોકડ લેવડદેવડ ન કરવી. નિયમોનું પાલન નહીં કરવા પર આવક પર લેવી અવા દંડ આપવો પડી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -