Xiaomiએ પોતાના આ લોકપ્રિય ફોનની કિંમતમાં કર્યો ઘટાડો, જાણો હવે કેટલામાં મળશે
જણાવી દઈએ કે શાઓમીનો રિપબ્લિક ડે સેલ ચાલી રહ્યો છે. આ સેલમાં સ્માર્ટફોન સહિત શાઓનીની એસેસરીઝ પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સેલ 26 જાન્યુઆરી સુધી ચાલશે. જેમાં મોબિક્વિક દ્વારા પેમેન્ટ કરવા પર 30 ટકા કેશબેક મળશે.
શાઓમીએ સૌથી સ્માર્ટફોન રેડમી 5A પર 1500 રૂપિયા સુધીની છૂટ આપી રહી છે. આ છૂટ આ સ્માર્ટફોનને ઓફલાઈન ખરીદવા પર મળી રહી છે. બિગ બજારમાં આ સ્માર્ટફોનને 5,499 રૂપિયામાં સેલમાં મળી રહ્યો છે. બિગ બજારમાંથી ખરીદવા પર તેમાં 1000 રૂપિયાનું કેશબેક મળશે. આ કેશબેક યુઝરને ફ્યુચર પે વોલેટમાં ફેબ્રુઆરીથી જૂનની વચ્ચે ક્રેડિટ કરવામાં આવશે. તો તેને એક્સિસ બેન્કના ડેબિટ કે ક્રેડિટ બેન્ક દ્વારા પેમેન્ટ કરવા પર 10 ટકા ડિસ્કાઉન્ટ અલગથી આપવામાં આવી રહ્યું છે. આવી રીતે ગ્રાહકને તે માત્ર 3,999 રૂપિયામાં પડશે.
શાઓમીના પોપ્યુલર સ્માર્ટફોન રેડમી નોટ 4ની કિંમતમાં કંપનીએ ફરીથી ઘટાડો કર્યો છે. જોકે આ ઘટાડો માત્ર Redmi Note 4અને 64GB સ્ટોરેજ અને 4GB રેમ વર્ઝન પર કર્યો છે. કંપની બીજીવાર સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કર્યો છે. હવે આ રીતે સ્માર્ટફોનની કિંમત 11,999 રૂપિયાની જગ્યાએ 10,999 રૂપિયા થઈ ગઈ છે. ગ્રાહકને આ ફાયદો માત્ર Mi.com, Amazon અને Flipkart પર જ મળશે.
નવી દિલ્હીઃ વિતેલા વર્ષે શાઓમીનો સૌથી લોકપ્રિય સ્માર્ટફોન રહેલ શાઓમી રેડમી નોટ 4 હવે વધુ સસ્તો થઈ ગયો છે. જોકે આ વકતે રેડમી નોટ 4ના માત્ર 64 જીબી સ્ટોરેજ અને 4 જીબી રેમ વેરિઅન્ટની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજવાળા મોડલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઉપરાંત કંપની રેડમી 5A પર પણ ઓફર આપી રહ્યું છે. જાણો આ બંને સ્માર્ટફોન્સ પર કેવી-કેવી ઓફરો મળી રહી છે.